મોટી દુર્ઘટના: જમ્મુ કાશ્મીર શ્રદ્ધાળુઓ થી ભરેલી આખી બસમાં ભીષણ આગ લાગી, 4 લોકોના મોત, 22 લોકો ગંભીર રીતે ઘાયલ

તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરના કદમમલ કટારામાં શનિ મંદિરની પાસે ખુબ જ ભયાનક દુર્ઘટના બની હતી. જેની અંદર હાઈવે પર મુસાફરો ભરેલી એક બસનો અકસ્માત થયો હતો. અકસ્માત થયા પછી બસમાં ખુબ જ ખતરનાક આગ લાગી હતી. આગ લાગવાથી ઓછામાં ઓછા ૪ લોકો તો આગમાં જ બળીને રાખ પામી ગયા હતા. જ્યારે ૨૨ જેટલા યાત્રાળુઓ ખુબ જ ખરાબ રીતે ઘાયલ થયા હતા.

અત્યારના સમયે દેશની અંદર અકસ્માતોની સંખ્યા દિવસે ને દિવસે ખુબ જ વધી રહી છે. ત્યારે અમરનાથ અને જમ્મૂ કાશ્મીર દર્શાનાર્થે જતા ભક્તોને અકસ્માત નડવાના અહેવાલો હવે કેટલીય વખત સામે જોવા મળી રહ્યા છે. અત્યારે આવી જ એક ઘટના જોવા મળી છે. જમ્મુ કાશ્મીરમાં એક ખુબ જ ખરાબ અક્સ્માત બન્યો છે. આ બસ દુર્ઘટનામાં ચાર યાત્રાળુઓના ખુબ જ ખરાબ રીતે મોત થયા હતા.

આ ધટના વિશે મળતી માહિતી મુજબ જમ્મુ કાશ્મીરના કદમમલ કટારામાં શનિ મંદિરની પાસે આ ભયાનક ઘટના બની હતી.જેની અંદર હાઈવે પર મુસાફરો ભરેલી બસને અકસ્માત નડયો હતો. અકસ્માત થયા પછી બસમાં વધારે પ્રમાણમાં આગ લાગી હતી. આગ લાગવાથી ઓછામાં ઓછા ૪ જેટલા લોકો જીવતા જ રાગ થઈ ગયા હતા. જ્યારે ૨૨ જેટલા યાત્રા કરનારા ખુબ જ ખરાબ રીતે ઘાયલ થયા હતા.

મળતી માહિતી મુજબ યાત્રાળુઓ ભરેલી બસ કટરાથી જમ્મુ તરફ આવતી હતી. પોલીસએ જણાવ્યુ તે મૂજબ બસના એન્જિનમાં આગ લાગવાથી આ થયું હતું. જે જોતજોતામાં ફેલાઈ ગઈ અને તમામ યાત્રીઓને બહાર નીકળવાનો સમય પણ મળ્યો નહોતો. પરંતુ તેમ છતા અમુક લોકો તો બસમાંથી નીચે ઉતરી ને બચી ગયા હતા. બસમાં બેઠેલા ૨૨ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમાંથી અમુક લોકોની હાલત ખુબ જ ગંભીર છે તેમ કહેવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.