કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટરે ૯થી પણ વધુ ઘેનની ગોળી ગટગટાવી લીધી અને બાદમાં થયું એવું કે…

જામનગરમાં હાલમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. અને આ દરમિયાન જામનગર મહાનગરપાલિકાનાં મહિલા કોંગ્રેસનાં કોર્પોરેટર એવા રચનાબેન નંદાણિયાએ ૯થી પણ વધુ ઘેનની ગોળી ગટગટાવી લીધી હતી. તેને લઈ તેમની તબિયત લથડતાં તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યાં હતાં. ત્યારે વિપક્ષી નેતા સહિત કોંગ્રેસના આગેવાનો પણ હોસ્પિટલ રચનાબેનની મુલાકાતે દોડી ગયા હતા.

કોંગ્રેસ દ્વારા આ સતત બીજા દિવસે વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું :જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે ખુબ જ વિરોધપ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે જામનગરમાં કોંગ્રેસના બધા જ કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધપ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસના કાર્યકરો દ્વારા આ સતત બીજા દિવસે વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું.

વિરોધપ્રદર્શનમાં કોંગ્રેસના અનેક કાર્યકરો જોડાયા હતા :આ દરમિયાન કોંગ્રેસનાં નગરસેવિકા એવા રચનાબેન નંદાણિયાએ ૯થી પણ વધુ ઘેનની ગોળીઓ ખાઈ લીધી હતી. ત્યાર બાદ કોંગ્રેસી મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણિયાને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યાં હતાં. કોંગ્રેસના વિરોધપ્રદર્શનમાં ધારાસભ્ય વિક્રમ માડમ પણ જોડાણા હતાં તેમજ જામનગર શહેરના કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા સહિતનાઓ જોડાણા હતા.

કોઈ અંગત કારણોસર ગોળીઓ ખાધી હશે: શહેરના કોંગ્રેસ-પ્રમુખ. આ દરમિયાન કોર્પોરેટર રચના નંદાણિયાએ ઘેનની ગોળીઓ ખાધી હતી, તેને લઈ શહેર પ્રમુખ દિગુભા જાડેજાએ એવું જણાવ્યું હતું કે કોંગ્રેસી મહિલા કોર્પોરેટરે વિરોધ દરમિયાન જે ઘેનની દવાઓ લીધી છે એ પોતાના કોઈ અંગત કારણસર લીધી હશે. મહિલા કોંગ્રેસી કોર્પોરેટર એવા રચનાબેન નંદાણિયાએ વિરોધપ્રદર્શન દરમિયાન ઘેનની ગોળીઓ ખાઈ લીધી હતી. તેને લઈ શહેરના કોંગ્રેના પ્રમુખે એમાંથી હાથ ખંખેરી દિધા હતા અને તેમનો અંગત મામલો પણ બતાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.