સમાચાર

આજના તાજા સમાચાર! નવા વર્ષે શું મળી ભેટ, 100 રૂપિયા સસ્તો થયો LPG

આમ તો કોરોનાની મહામારીને લઇને શું સસ્તું થયું એ યક્ષપ્રશ્ન બની ગયો છે  કારણકે મોંઘવારીએ જે રીતે માજા મુકી છે એક પણ વસ્તુ સસ્તી થાય તેવી કોઈ આશા સેવાઈ રહી નથી પરંતુ આમ છતાં નવા વરસે લોકોને ભેટ મળી છે અને ગેસના સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે.

જો કે ઘરેલુ વપરાશકારોએ બહુ હરખાવા જેવું નથી કેમકે આ 100 રૂપિયાનો ભાવ ઘટાડો માત્ર કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પર આપવામાં આવ્યો છે. જી હા નવા વર્ષે ઇન્ડિયન ઓઇલે લોકોને ભેટ આપતા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે જેના કારણે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર વાપરતા લોકોને થોડી રાહત થશે.

મહત્વની વાત એ છે કે ડિસેમ્બર મહિનામાં જ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો હતો અને હવે નવા વર્ષે તે પરત લઇ લેવામાં આવ્યો છે આમ સો રૂપિયાના મામૂલી ઘટાડા બાદ હવે દિલ્હીમાં ૧૯ કિલો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 2001 કોલકાતામાં ૨૦૭૭ અને મુંબઈમાં 1951 રૂપિયા જેટલી થઈ છે જોકે નવા વર્ષે ઘરેલુ એલપીજી સિલિન્ડર વપરાશકર્તાઓને કોઈ લાભ મળ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *