જયપુરમાં ઘરની અંદરથી બેંક મેનેજરની લાશ મળી આવી, મોઢામાંથી નીકળી રહ્યા હતા ફીણ જ્યાં પરિવારના સભ્યો ગુરુગ્રામ ગયા હતા ત્યારે જ યુવકે…

વ્યક્તિનું મૃત્યુ ક્યારે અને કઈ રીતે આવી જાય છે એ કોઈને ખબર રહેતી નથી. હાલ એક એવો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક બેંક મેનેજરની લાશ તેના ઘરમાંથી મળી આવી હતી. મળતી જાણકારી અનુસાર તેના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું અને સૌથી પહેલા અ હાલતમાં એ બેંક મેનેજરને તેની ત્યાં કામ કરતી નોકરાણીને વાતની ખબર પડી હતી અને એ પછી ગાર્ડને અ વિશે માહિતી મળી હતી એ પછી પોલીસની હાજરીમાં તેના ઘરનો દરવાજો તોડવામાં આવ્યો હતો.

દરવાજો તોડતા જ જોવા મળ્યું હતું કે બેડ પર લાશ પડી હતી. જણાવી દઈએ કે એમના ઘરના બાકીના સભ્યો ગુરુગ્રામ ગયા હતા. જો કે એ પછી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે દાવો કર્યો હતો કે મેનેજરનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું.

પ્રતાપ નગર પોલીસ સ્ટેશનના SI મુકેશ કુમારના જણાવ્યા મુજબ નિખિલ જૈન પ્રતાપ નગરના સેક્ટર-67માં રહેતો હતો અને એક ખાનગી બેંકમાં મેનેજર હતો. નિખિલે તેની પત્નીથી છૂટાછેડા લીધા હતા અને તે તેના માતા-પિતા અને ભાઈ સાથે ત્યાં રહેતો હતો. નીખીલના પિતા એનઆર જૈનને ડાયાલિસિસ કરાવવાનું હતું અને એકારણોસર તેને ગુરુગ્રામની વેદાંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને એ જ કારણે નિખિલની માતા કલ્પના જૈન અને ભાઈ નીતિન જૈન હોસ્પિટલમાં હતા. છેલ્લા એક અઠવાડિયાથી નીખીલ ઘરમાં એકલો રહેતો હતો.

આગળ મળતી જાણકરી અનુસાર 10 ઓક્ટોબરે સાંજે લગભગ 7 વાગે નીખીલને પડોશીઓએ જોયો હતો અને એ પછી બીજા દિવસે સવારે તેના ઘરમાં રસોઈ અને સફાઈ કરતી મહિલા આવી હતી. તેને ડોરબેલ વગાડી પણ ગેટ દરવાજો ન ખુલ્યો એ પછી તેનો ગાર્ડ ત્યાં આવ્યો હતો અને તેને પણ દરવાજો ખખડાવ્યો હતો એ છતાં પણ અંદરથી કોઈ જવાબ ન ન આવતા આશંકા જતા જ પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. એ પછી થોડી વારમાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગેટ તોડી અંદર ઘરમાં પ્રવેશી હતી.

ઘરની અંદર પ્રવેશતાની સાથે જ પલંગ પર નિખિલની લાશ પડી મળી હતી. એ સમયે નિખિલના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું. નીખીલને આવી હાલતમાં જોઇને પોલીસે તાત્કાલિક સીટી એફએસએલની ટીમને સ્થળ પર બોલાવી હતી. એ બાદ એમ્બ્યુલન્સની મદદથી લાશને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જણાવી દઈએ કે એસઆઈ મુકેશ કુમારે દાવો કર્યો હતો કે મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોઈપણ પ્રકારના ઝેરની પુષ્ટિ થઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *