મને મારી દીકરી પાછી આપો, માતાનો વલોપાત, જર્મનીથી દીકરીને પાછી લાવવા માટે અમદાવાદ કલેક્ટર કચેરીમાં સંવેદના પત્ર ની સાથે સાથે માતાજીની આરતી પણ ઉતારી… Gujarat Trend Team, September 29, 2022 જર્મની માં ફસાયેલી 18 મહિનાની ગુજરાતની દીકરી ભારત લાવવા માટે આવે માંગ ઉગ્ર બંધી જોવા મળે છે રાજ્યના વિવિધ શહેરોમાંથી કલેક્ટરને આવેદનપત્ર રૂપે પત્ર આપવામાં આવી રહ્યા છે એક જ અઠવાડિયામાં અમદાવાદથી લઈને વેરાવળ સુરેન્દ્રનગર ભુજ સુરત સહિત દીકરીના પરિવાર સાથે અલગ અલગ સમાજના માનવતા પ્રેમીઓ અમદાવાદની કલેકટર કચેરીની બહાર પોસ્ટર સાથે અરીહા બચાવવાના સૂત્ર ચાર કરતાં જોવા મળ્યા હતા. અમદાવાદ શહેરના જૈન સમાજના લોકો એક વર્ષથી પીડિત બાળકીના વેદના ને સંવેદના પત્રરૂપે કલેકટરને સુપ્રત કરવામાં આવી હતી, આશ્ચર્યની વાત તો આજે સવારે હતી કે આ સમગ્ર ઘટના દરમિયાન સંવેદના પત્ર આપવા આવેલા સામાજિક કાર્યકર્તાઓની સાથે પરિવારજનોએ પણ કલેક્ટર કચેરીનું બહાર માતાજીની આરતી ઉતારી હતી અને સાથે સાથે માતાજી પણ સરકારને આ બાળકીને જલ્દી ભારત લાવવાની પ્રેરણા સુજાડે તેવી પ્રાર્થના પણ કરી હતી. મિત્રો તમને જણાવી દઈએ તો જર્મની સરકાર દ્વારા એક વર્ષથી ફાસ્ટ કેરમાં રાખવામાં આવેલી બાળકી અરીહા મૂળભૂત અધિકારીઓનો ઉલંકન થઈ રહ્યું છે, જેની રજૂઆત સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી વારંવાર કરવામાં આવી રહી છે છતાં પણ સરકાર તરફથી કોઈ યોગ્ય પગલા લેવાતા નથી જેના કારણે સમગ્ર સમાજના મોટા કાર્યકર્તાઓ રોશની લાગણી ઉત્પન્ન કરી હતી. ફક્ત જૈન સમાજ જ નહીં તેની સાથે સાથે અન્ય સમાજના લોકો પણ અત્યારે દીકરીને પાછી લાવવા માટે જોડાઈ રહ્યા છે સોશિયલ મીડિયા ઉપર પણ ઉગ્ર રીતે સરકારને આ બાળકીને જલ્દી થી જલ્દી ભારત પાછી લાવવા અપીલ પણ કરી રહ્યા છે, દીકરીના પરિવારજનો પણ સોશિયલ મીડિયા ઉપર અપીલ કરી રહ્યા છે. સમાચાર