અમદાવાદમા પ્રખ્યાત જય ભવાની ડ્રાય ફ્રુટ ગોલા ડીશનો ટેસ્ટ એવો છે કે સાંજ થતા જ લોકોની લાંબી લાઈનો લાગે છે, એકવાર અવશ્ય ટેસ્ટ કરજો

મિત્રો, ઉનાળાની શરૂવાત થઈ ચુકી છે. ભર ઉનાળામાં ઠંડા પીણાં ગરમી ઓછી કરવામાં ખુબ જ રાહત આપે છે. જેમ કે છાસ, તરબૂચ નું જૂયસ, શેરડી નું જૂયસ,સંતરા નું જ્યુસ, શકક્કરટેટી નું જ્યુસ વગેરે જેવા જ્યુસ ગરમીમાં ખુબ જ રાહત આપે છે. એમાં પણ જો ભર બપોરે તાપમાં મસ્ત એવો બરફ ગોળો મળી જાય તો વાત જ શું કરવી!!! ગરમીમાં એકદમ ઠંડો, અને એકદમ રસીલો ગોળો ખાવાની મજા જ કંઈક અલગ છે. બરફ ગોળો એ એવી વસ્તુ છે નાના બાળકો થી માંડી ને મોટા લોકો ને પણ ખુબ જ ભાવે છે.

એકદમ ઠંડો અને અવનવા કલર નો ગોળો ખાવાની પણ આપણને ખુબ જ મજા આવે છે. તો ચાલો આજે અમે તમને અમદાવાદ ના એક એવા જ ગોલા સેન્ટર વિશે જણાવીશું. જ્યાં તમને અવનવા ટેસ્ટ માં બરફગોળો ખાવા મળશે. સૌ પ્રથમ બરફ ગોળો કેવી રીતે બને છે તે જાણી લઈશું ગરમીની સીઝન અને બાળકોનું ઉનાળું વેકેશન હોય ત્યારે બરફના ગોળાને કેમ ભૂલી શકાય. જો તમે તમારા બાળકોને બરફના ગોળાની મજા કરાવવા ઇચ્છો છો તો તમે આ વિવિધ પ્રકારના બરફના ગોળા ઘરે બનાવી શકો છો.

આજે અમે તમારા માટે ગોળા બનાવવા કેટલાક ખાસ શરબતની રેસિપિ લાવ્યા છીએ અને સાથે માવા રબડી ડિશની રેસિપિ પણ. તો ફટાફટ ઘરે જ કરો ટ્રાય આ વિવિધ ફ્લેવરના ગોળા અને માણો મજા. જાણો બરફનો ગોળો કઇ રીતે બનાવી શકાય છે અને સાથે તેને વિવિધ ફ્લેવરમાં મજા પણ કઇ રીતે માણી શકાય છે. બરફ ગોલા માટે સામગ્રી છીણેલો બરફ એક ચમચી શુગર સીરપ ચપટી મીઠું ચપટી સંચળ બે-ત્રણ ચમચી પોતાની પસંદનો શરબત

રીત સૌથી પહેલા બરફને ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લો. હવે બરફની છીણને એક કપમાં નાખી શેપમાં તૈયાર કરી લો. બરફની છીણને કપમાં સરખી રીતે પ્રેસ કરવું. હવે તેની વચ્ચે એક સ્ટિક લગાવી તેને દબાવવી. ત્યાર બાદ તેને કપમાંથી બહાર કાઢી બરફનો શેપ તૈયાર થઈ જશે. હવે બરફને એક બાઉલમાં કાઢો અને તેની પર પોતાનો મન પસંદ શરબત નાખો.

જય ભવાની ડ્રાયફ્રુટ ડીશ ગોલા – અમદાવાદ, તમે ઘણા પ્રકાર ના ગોલા, આઈસ ડીશ ખાધી હશે પરંતુ અમે તમને ગેરેન્ટી સાથે કહીએ છીએ કે તમને જય ભવાની ડ્રાયફ્રુટ ડીશ ગોલા જેવો ગોલો ક્યારેય નહિ ખાધો હોય. આ દુકાન ની મેઈન બ્રાન્ચ રાજકોટમાં આવેલી છે. જેમણે અમદાવાદમાં પણ ગોલા ની આ શોપ ચાલુ કરી છે. તેમની બીજી બ્રાન્ચ હૈદરાબાદ, સુરતબ, મુંબઈ, મોરબી માં પણ આવેલી છે. અમદાવાદ માં આવેલ જય ભવાની ડ્રાયફ્રુટ ડીશ
ગોલા સેન્ટર માં ખુબ જ ચોખ્ખાઈ રાખી ને ગોલો બનાવવામાં આવે છે.

અહીં તમને 100 રૂપિયા થી 250 રૂપિયા સુધીના ગોલા બનાવી આપે છે. ગોલા બનાવા માટે વાપરવામાં આવતા માવા, મલાઈ, ક્રીમ,બધું જ તેઓ દરરોજ ફ્રેશ બનાવે છે. તેમાં ગોલા બનાવવામાં યુઝ થતું બધું જ મટેરીયલ યુ કે થી પાર્સલ થઈ ને આવે છે. ખુબ જ કવોલિટી સાથે ગોલો બનાવવામાં આવે છે. ગોલા માં વારવામાં આવતો બરફ સ્નો આઈસ હોય છે જે તમારા શરીર ને સહેજ પણ નુકશાન કરતો નથી અને આ બરફ જલ્દી પીગળી જતો પણ નથી. આથી લોકો ગોલો પાર્સલ પણ કરાવે છે.આ ગોલો ખાવા લોકો દૂર દૂર થી આવે છે. અહીં તમને 365 દિવસ ભીડ જોવા મળે છે.

આજે અમે તમને ત્યાં ના ત્રણ ફેમસ ગોલા વિશે જણાવીશું 1 રોઝ પેટલ ગોલા. (250. Rs) જેમાં બરફ ના ગોલા પર પ્યોર રોઝ માંથી બનાવેલ સીરપ નાખવામાં આવે છે.. ત્યારબાદ તેના પર ઘરે બનાવેલી ફ્રેશ મલાઈ,માવા, ક્રીમ તેમજ 100 ગ્રામ જેટલાં ડ્રાયફ્રુટ નાખવામાં આવે છે.. આ ગોલો સાઈઝ માં પણ મોટો હોય છે.

2 કેડબરી (100. Rs) નાના બાળકો નો આ ફેવરિટ ફ્લેવર છે. તેમાં બરફ ના ગોલા પર કેડબરી નું એકદમ થિક કેડબરી સીરપ, ચોકલૅટ બોલ નાખી ને આપે છે. 3 ભવાની સ્પેશ્યિલ ગોલા (250. Rs) આ ગોલો અહીંનો સ્પેશ્યિલ છે. જેમાં બરફ ગોલા પર ભરપૂર પ્રમાણ માં માવા, મલાઈ, ક્રીમ, ડ્રાયફ્રુટ, ચોકલેટ બોલ, સીરપ નાખી ને એકદમ રિચ બનાવવામાં આવે છે.

જેનો ટેસ્ટ એકદમ સરસ છે. ખાવામાં ખુબ જ મજા પણ આવે છે. જો તમને પણ બરફ ગોલો ભાવતો હોય તો અવશ્ય આ જય ભવાની ડ્રાયફ્રુટ ડીશ ગોલા ની મુલાકાત લેજો. અહીં તમને એકદમ ઠંડો ઠંડો ગોલો ખાવાની ખુબ જ મજા આવશે. તો ચાલો નોંધી લો સરનામું વ્રજ વિહાર 5 અમદાવાદ ગુજરાત

Leave a Reply

Your email address will not be published.