લેખ

જેલમાં કેદીનું ઇન્ટરવ્યુ લેવા ગઈ મહિલા રિપોર્ટર તેના જ પ્રેમમાં પડી ગઈ હતી, અને પછી બન્નેએ…

એવું કહેવામાં આવે છે કે પ્રેમ ક્યારે, કેવી રીતે, ક્યાં અને કોની સાથે થઈ શકે છે તેની ખબર હોતી નથી. જ્યારે બે લોકો એક બીજાના પ્રેમમાં પડી જાય છે, ત્યારે તેઓ દુનિયાની અને સંબંધની પણ પરવા કરતા નથી. આવો જ એક રસપ્રદ કિસ્સો અમેરિકાની જેલમાંથી પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક યુવતીને તે જેલના કેદી સાથે પ્રેમ થઈ ગયો હતો. યુવતી તે કેદી સાથે ક્યારેય નહોતી મળી, પરંતુ તે છતાં તેણીએ તે કેદી સાથે સગાઈ પણ કરી લીધી છે અને હવે તે બંનેના લગ્ન પણ થવા જઇ રહ્યા છે.

હકીકતમાં, ન્યૂયોર્ક પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે યુએસ શહેર ઓર્ગેનનો એક કેદી નેધરલેન્ડની એક મહિલા સાથે પ્રેમમાં પડ્યો છે. આ મહિલાનું નામ કેલી જેકબ અને કેદીનું નામ જેમ્સ ડેન્ટલ છે. જેમ્સ ડેન્ટલને હત્યા કેસમાં આજીવન કેદની સજા સંભળાવી છે, જે ૨૦ વર્ષ છે. જે ૨૦૩૨ માં પૂર્ણ થશે. કેલી, નેધરલેન્ડ્સમાં રહેતી હતી, તે અભ્યાસના સંદર્ભમાં જેલના કામમાં ઇન્ટર્નશીપ કરતી હતી, તે જેલના કેદીઓની ભાવનાઓ જાણવાનું કામ કરતી હતી, જેલમાં કેદીઓની માનસિક સ્થિતિ કેવી હોય છે અને તેઓએ કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આ દરમિયાન કૈલીની વાતચીત જેમ્સ સાથે થઈ અને વાતો વાતોમાં તે બંનેને એકબીજાથી પ્રેમ થઈ ગયો. આ બંનેની લવ સ્ટોરી ૨૦૧૮ માં શરૂ થઈ હતી. ધીરે ધીરે, બંને વચ્ચેની નિકટતા વધવા લાગી અને વાતચીત વધુ થવા લાગી. કૈલીએ કહ્યું હતું કે પહેલા તે જેમ્સ માટે જે અનુભવતી હતી તે તેણીએ કોઈને કહ્યું નહીં કેમ કે તે આ સંબંધને ખોટો માનતી હતી અને તે નહોતી ઇચ્છતી તે કોઈ એવા વ્યક્તિને પ્રેમ કરે જે જેલમાં ઉંમરકેદની સજા ભોગવતો હોય.

પરંતુ તેઓ કહે છે ને કે જો પ્રેમ કરવો હોય તો તે થઇ જ જાય છે, વિચાર કર્યા પછી નથી થતો. બસ, પછી શું હતું, એક દિવસ વિડિઓ કોલ પર જેમ્સે કૈલીને તેના દિલની વાત કહી અને કૈલીએ પણ તેનો સ્વીકાર કર્યો. પાછળથી, કેદી જેમ્સે જેલમાં જ એક રિંગ બનાવી અને તેને કૈલીને મોકલી, તેની સાથે તેની સગાઈની પણ જાહેરાત કરી. તે જ સમયે, કૈલીએ આ સંપૂર્ણ વાર્તા તેના માતાપિતાને પણ જણાવી દીધી છે.

જલદી જ કૈલીના માતાપિતાને ખબર પડશે કે તેમના ભાવિ જમાઈ જેલમાં છે અને ૨૦૩૨ સુધી જેલમાં રહેશે. તેથી તે ચોંકી ગયા. પરંતુ જ્યારે કૈલીએ તેને ફોન પર એક વાર જેમ્સ સાથે વાત કરાવી ત્યારે તેણે લગ્ન માટે હા પાડી દીધી હતી. લગ્ન કર્યા પછી પણ બંને ૧૦ વર્ષથી વધુ સમય એકબીજાથી અલગ રહેવા જઇ રહ્યા છે. જેમ્સ ૨૦૩૨ માં છૂટી જશે. ૨૦૧૨ માં તેણે ચાર લોકોને ગોળી મારીને હત્યા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *