70 વર્ષના દાદા-દાદી બરફના ગોળા વેચીને કરે છે દરરોજ આટલી હજારની કમાણી કરે છે, લોકો દુર-દુરથી અહીં ગોળા ખાવા માટે આવે છે

આ વાત છે રાજકોટના એક દાદા-દાદીની. અને તેઓ બરફગોળો વેચવાનો ધંધો કરે છે અને તેને ખાવા માટે લોકો દૂર દૂરથી આવે છે. દરેક જીવનના ત્રણ પણ હોય છે અને તેમાં બાલ્યાવસ્થા યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. આમ બાલ્યાવસ્થામાં બાળક નો સમયગાળો હોય છે અને તેઓ ભણવામાં જ પોતાનો સમય પસાર કરતા હોય છે યુવાવસ્થામાં લોકો કંઇક કરી બતાવવાની ભાવના સાથે કામ કરતા હોય છે પરંતુ વૃદ્ધાવસ્થામાં તો લોકો નિવૃત્ત થઈ જાય છે.

શાંતિથી પોતાનું જીવન પસાર કરે છે પરંતુ જેતપુરના મેવાસા ગામના આ વૃધ્ધ દંપતીએ આરામ કરવાનું વિચાર્યું નહીં અને તેમને પોતાના હાથના કાંડા ની કમાણી એ જ પોતાનું જીવન પસાર કરવાનું નક્કી કર્યું આમ તે લોકો યુવાનને પણ શરમાવે તેવું કામ કરી રહ્યા છે અને આ વૃદ્ધ દંપતીની ઉંમર 70 વર્ષ છે આમ તેઓ છેલ્લા 40 વર્ષથી બરફ ગોલા વેચવાનો ધંધો કરે છે અને દરરોજની 12 હજાર રૂપીયાની કમાણી પણ કરે છે.

જ્યારે આપણે આ સિત્તેર વર્ષના વૃદ્ધે પતિ-પત્નીને કામ કરતાં જોઈએ ત્યારે આપણા મનમાં પહેલો વિચાર એ જ આવે કે તેમના પરિવારમાં કોઈ હશે કે નહીં કે પછી તેમના પુત્ર કે પુત્રી એ તેમને તરછોડી દીધા છે અથવા તો તેઓ પોતાની જાતે જ આ કામ કરવા માંગતા હશે આમ આ બધા જ વિચારો થી અલગ એવા આ દાદા-દાદી ૭૦ વર્ષની ઉંમરમાં પણ આટલી જોરદાર ગરમીમાં લોકોને ખવડાવીને ઠંડક આપવાનું કામ કરે છે. તમને જણાવી દઈએ કે તેમના દીકરા કે દીકરી એ તેમને તરછોડી દીધા નથી પરંતુ તેઓ પોતાની જાતે જ આ કાર્ય કરવા માંગે છે અને તેના આધારે જ તેઓ આટલા ફેમસ બન્યા છે.

આ વૃદ્ધ દંપતીની વાત કરીએ તો તેઓ છેલ્લા સાત દાયકાથી પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યા છે અને તેમાં તેમને તડકો છાયડો દરેક વસ્તુ જોયું પરંતુ આ દાદા-દાદી લોકોને બરફનો ગોળો ખવડાવવામાં ખૂબ જ પાવરધા છે તેથી તેઓ જેતપુર થી લઈને જુનાગઢ ગોંડલ સુધી અને રાજકોટ સુધીના લોકો આ દાદા-દાદી નો ગોલો ખાવા માટે આવે છે. મેવાસા ગામના આ દંપતી મુક્તાબેન અને પ્રેમજીભાઈ ના સંતાનો સુરતમાં ઘોડો વેચવાનો ધંધો કરે છે અને તેમને પોતાના દીકરા ના નામથી જ મેવાસા ગામ માં પણ બરફ ગોલો વેચવાનું ધંધો શરૂ કર્યો હતો અને તે પણ આત્મનિર્ભર રહી શકે તેની માટે જ.

મહત્વની વાત તો એ છે કે સાંજ પડે છે અને દાદા-દાદી પાસે વાત કરવાનો પણ સમય રહેતો નથી તેઓની પાસે એટલી મોટી સંખ્યામાં ગ્રાહક ગોલો ખાવા માટે આવે છે. અને તે ખાવા આવનાર લોકોના મોઢે તેમના ખુબ જ વખાણ પણ સાંભળે છે આમ વખાણ સાંભળીને તમે પણ આ દાદા-દાદી ના ફેમસ બરફ બોલો કેવો હશે તેની કલ્પના કરી શકો છો એમ આ દાદા-દાદી અહીં અલગ અલગ ફ્લેવરના ગોલા બનાવે છે.

તેમાં વિવિધ પ્રકારના ફ્લેવર હોય છે જેમ કે ઓરેન્જ, રાજભોગ, કેડબરી, કાલા ખટ્ટા, પાઈનેપલ વગેરે. અને આ દાદા-દાદી અહીં બપોરના ત્રણ વાગ્યાના આવી જાય છે અને તેમની લારી રાત્રે બે વાગ્યા સુધી અહીં ચાલતી જ હોય છે. આમ આ બોલો ખાવા માટે લોકો પડાપડી પણ કરતા હોય છે આમ આ ઉંમરે પણ તેઓ પોતાનું ભરણપોષણ કરવા માટે આત્મનિર્ભર જીવન જીવી રહ્યા છે.

આ દાદા-દાદી ના વિચારો પણ ખૂબ જ અદભુત છે અને તેઓ જણાવે છે કે વૃદ્ધ માતા-પિતા બાળક ઉપર બોજ બની જાય છે પરંતુ અમે લોકો એવું કરવા માંગતા નથી અમારા હાથમાં જ્યાં સુધી દમ હશે ત્યાં સુધી અમે આ કામ કરીશું અને અમારે કોઇની પણ ઉપર નિર્ભર રહેવાની જરૂર નથી તેમના સંતાનો તેમને ખૂબ જ પ્રેમ કરે છે પરંતુ તેમનું એવું કહેવું છે કે જ્યાં સુધી હાથ ચાલશે ત્યાં સુધી બેસી રહેવામાં મજા નથી તેથી જ આ દંપતી તે દરરોજ ની બાર હજાર રૂપિયાની કમાણી કરીને પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે.

તેમના આ ધંધા અંગે મુક્તાબેન કહે છે કે અમે ચાલે વરસથી આ ધંધો કરી રહ્યા છીએ અને અત્યારે અમને ઘણી સારી કમાણી મળી રહી છે મારા વતી દરેક વસ્તુઓ બજારમાંથી લઈને આવે છે અને હું તેમને બોલો બનાવવા માટે મદદ કરું છું આમ દરરોજ ૪૦ થી ૫૦ લોકો અહીં બોલો ખાવા માટે આવે છે અને અમારી અમારા ઉંમરના લોકોને એટલું જ કહેવું છે કે તમારાથી થાય એટલું તમારે કામ જરૂરથી કરવું જોઈએ અને પછી ભક્તિ કરવી જોઈએ આમ પહેલા કામ પછી ભક્તિ અમારે સંતાનમાં એક દીકરો અને દીકરી છે અને તેમના ઘરે પણ દીકરા છે આમ અમે અમારો ધંધો ખૂબ જ સારી રીતે ચલાવીએ છીએ અને જેમ લોકો વૃદ્ધાશ્રમમાં બેસી રહેતા હોય છે પરંતુ અમે અમારો ધંધો ચલાવીને અમારું જીવન નિર્વાહ કરીએ છીએ અને તેમાં અમને ખૂબ જ મજા આવે છે.

દાદા દાદી નો ગોલો ખાવા આવતા એક જૂનાગઢના ગ્રાહકે જણાવ્યું હતું કે ૧૨ થી ૧૩ વર્ષથી આ દાદા-દાદી બોલો બનાવે છે અને અમે પણ ત્યારથી જ આ ગોળો ખાવા માટે આવીએ છીએ અત્યારે જગ્યા બદલાઈ ગઈ છે પરંતુ ગોલો ખાવા માટે અહીં આવીએ છીએ અને પાર્સલ પણ કરાવી ને લઈ જઈએ છીએ આમા દાદા-દાદી અત્યારે આરામ કરવાની ઉંમરમાં પણ કામ કરી રહ્યા છે તેમનો જુસ્સો જો યુવાનોને પણ શરમાવે કરે તેવો છે આમ આ દાદા-દાદી આપણને એક શીખ આપે છે કે કોઈ પણ ઉંમરે આપણે ગમે તે કામ કરી જ શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *