અતિ ભારે વરસાદને કારણે આ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું તંત્ર પણ અત્યારે હાઈ એલર્ટ ઉપર…

રાજ્યમાં અત્યારે ભારે વરસાદની આગાહી છે. જેમાં અપાર સાયકલોનિક સર્ક્યુલેશનને કારણે સમગ્ર રાજ્યના જિલ્લા તાલુકાઓમાં વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. આ સાથે મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમ વરસાદથી લઈને ભારે વરસાદ જોવા મળી શકે તેવી શક્યતા છે.

8 ઓગસ્ટ થી લઈને 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળે છે કે તેવી પૂરેપૂરી સંભાવના છે. તમને જણાવી દઈએ તો સુરત વલસાડ તાપી ભરૂચ ડાંગ જેવા વિસ્તારમાં વરસાદ એ ધમાકેદાર બેટિંગ કરી છે. રાજકોટ ભાવનગર જામનગર અમરેલી મોરબી પોરબંદર ગીર સોમનાથ જેવા વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો હતો.

આ સાથે મધ્ય ગુજરાતમાં વડોદરા ખેડા નડિયાદ ગાંધીનગર અમદાવાદ શહીદ વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા અને હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે આગામી 48 કલાક સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે.

દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુરત ડાંગ નવસારી વલસાડમાં અત્યારે તંત્રએ ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે આ સાથે આગામી પાંચ દિવસ અત્યારે તંત્ર પણ એલર્ટ ઉપર છે. આજે સુરત શહેરમાં વરસાદી ઝાપટા સાથે વાદળછાયુ વાતાવરણ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.