સમાચાર

આ જિલ્લામાં થયો ધોધમાર વરસાદ શરૂ, ગુજરાત રાજ્યમાં આવ્યો વાતાવરણમાં પલટો

હવામાન વિભાગની આગાહી બાદ સમગ્ર રાજ્ય સહિત વલસાડ જિલ્લામાં હવામાને પલટો લીધો છે. ગઈકાલે જોરદાર પવન ફૂંકાયો હતો. આવી સ્થિતિમાં આજે સવારથી જ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.

વલસાડ જિલ્લામાં વરસાદ અને પવન વલસાડ જિલ્લામાં સવારથી વાતાવરણ ઠંડું રહ્યું હતું. આકાશમાં ઘેરા વાદળો અને મુશળધાર વરસાદથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. કેરીના પાકને પણ નુકસાન થવાની સંભાવના છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જેથી લોકો વહેલી સવારે કામે લાગી ગયા હતા ત્યારે અચાનક પડેલા વરસાદથી લોકો ભીંજાયા હતા. વલસાડ જિલ્લામાં સવારથી વરસાદ અને પવન ફૂંકાઈ રહ્યો છે.

સવારથી જ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણને કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી છે. બીજી તરફ વલસાડમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સવારથી જ આકાશમાં કાળા ડીબોંગ વાદળો જોવા મળી રહ્યા છે. તિથલ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી.

ધાનપુર અને દેવગઢ બારિયાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બીજી તરફ દાહોદ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. ધાનપુર અને દેવગઢ બારિયાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જિલ્લામાં ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. આ ઉપરાંત મહીસાગરમાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. આકાશમાં ઘેરા વાદળો છે. લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, વિરપુર સહિતના તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ છે. વાદળછાયા વાતાવરણ સાથે ઠંડા પવનો ગરમીનું પ્રમાણ ઘટાડે છે.

Leave a Reply

Your email address will not be published.