જૂનાગઢના ઈન્દ્રભારતી બાપુ અને દેવાયત ખવડના ડાયરામાં થયો પૈસાનો વરસાદ

ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે રાત્રે લોકડાયરાના કાર્યક્રમમાં જૂનાગઢના ઈન્દ્રભારતી બાપુ પણ હાજર રહ્યા હતા. કથા દરમિયાન ઈન્દ્રભારતી બાપુ, કથાકાર રમેશભાઈ ઓઝા અને કથાના પ્રસ્તુતકર્તા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા પર ઉત્સાહભેર પૈસા નો વરસાદ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ ઈન્દ્રભારતી બાપુએ લોક કલાકાર દેવાયત ખવડ પર પૈસાની નોટોનો વરસાદ કર્યો હતો, જેમાં રમેશભાઈ ઓઝા અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત અનેક આગેવાનો તેમની સાથે જોડાયા હતા. કથાકાર રમેશભાઈ ઓઝા રાત્રીના 12 વાગ્યા સુધી કથા મંડપમાં ઉપસ્થિત રહીને લોકસાહિત્યકાર દેવાયત ખાવડના લોકગીતો સાંભળ્યા હતા. જેમાં તેઓ એ લોકગીતો અને દેવાયત ખાવડના દેશભક્તિને લગતા ગીતો સાંભળ્યા હતા.

આ ઉપરાંત દેવાયત ખાવડ પણ ભાઈજીની હાજરીથી ખુશ થઈ ગયા હતા અને સ્ટેજ પર સૌરાષ્ટ્રની ભૂમિના ઈતિહાસની યાદ અપાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યાં ઈન્દ્રભારતી બાપુએ ખાસ હાજરી આપી હતી.રાત્રીના કાર્યક્રમમાં જૂનાગઢના પ્રખ્યાત ઈન્દ્રભારતી બાપુએ પણ ખાસ હાજરી આપી હતી. જેનું યજમાન પરિવારના ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, સુરતના બટુકભાઈ ડોબરીયા, કેશોદના હરદેવસિંહજી રાયજાદા અને ચતુરસિંહજી ગોહિલ અને ભાવનગરના અરુણસિંહજી ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્દ્ર ભારતી બાપુ ઉત્સાહપૂર્વક લોકડાયરામાં કલાકારોનો ઉત્સાહ વધારવા પોતે રમેશભાઈ ઓઝા સાથે નોટોનો વરસાદ કર્યો હતો. મંડપમાં ઉપસ્થિત યજમાન પરિવાર અને તેમના સંબંધીઓ ઉપરાંત અન્ય શ્રોતાઓ પણ પ્રભાવિત થયા હતા અને મોટી સંખ્યામાં પૈસાની નોટો ઊડતી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published.