હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસુ કેરળ પહોંચી ગયું છે હવે થોડા જ દિવસોમાં ગુજરાતમાં પણ ચોમાસું આવી જશે તેવી શક્યતા દર્શાવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે દેશમાં સરેરાશ 103% વરસાદ પડશે. ગુજરાત રાજ્યમાં જૂન મહિનામાં ચોમાસુ દસ્તક આપશે. હવામાન વિભાગનું કહેવું છે કે આ વર્ષે ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડશે. જૂન મહિનામાં વરસાદ આવતા જ ગુજરાતની જનતાને ગરમીમાંથી રાહત મળશે.
જૂનાગઢના કૃષિ હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલમાં જૂનાગઢના વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. તેઓનું કહેવું છે કે સૌરાષ્ટ્રમાં 9 જૂન થી 15 તારીખ સુધીમાં મધ્યમ વરસાદ વરસી શકે છે એટલે કે બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં વાવણીલાયક વરસાદ ની વાત કરીએ તો ૧૫ જૂનથી ૨૦ જુન સુધી વાવણી લાયક વરસાદ થવાની સંભાવના છે.
ખેડૂતોની જણાવવામાં આવ્યું છે કે તેઓ વાવણી માટે ની તૈયારી શરૂ કરી દે. વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસું ખેડૂતો માટે ઘણું સારું રહેશે. ગત વર્ષે વાવાઝોડા અને કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. પરંતુ હવામાન વિભાગનો અંદાજ છે કે આ વર્ષે ચોમાસું ખેડૂતો માટે સારું રહેશે.
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.