જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીમાં 48 આગાહીકારો એ ચોમાસાને લઈને આગાહી કરી, ખેડૂતો આ તારીખે વાવણી કરી શકે છે… Gujarat Trend Team, June 7, 2022 હાલમાં જૂનાગઢ જિલ્લામાં કૃષિ યુનિવર્સિટીમાં વર્ષા વિજ્ઞાન મંડળ અંતર્ગત 48 આગાહીકારો મિટિંગમાં હાજર રહ્યા હતા. દરેક આગાહીકારોએ ચોમાસાને લઈને પોતાના અલગ-અલગ મંતવ્ય આપ્યા હતા. ૪૮ જેટલા આગાહીકારોએ ચોમાસાને લઈને આગાહી કરી હતી કે કઈ તારીખે વરસાદ થશે, કઈ તારીખે વાવણીલાયક વરસાદ થશે અને ક્યારે અતિવૃષ્ટિ થશે તેની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ચોમાસાની વાત કરીએ તો આગાહીકારોએ જણાવ્યું છે કે ગુજરાતમાં ૮ જૂન પછી વરસાદ આવી શકે છે. ચોમાસાની શરૂઆત થઇ શકે છે. વાવણી લાયક વરસાદ ની વાત કરીએ તો તેઓએ ખેડૂતના હિતમાં જણાવ્યું હતું કે જૂનના અંત સુધીમાં સાર્વત્રિક વરસાદ થઇ શકે છે. એટલે કે ખેડૂતો માટે સારા સમાચાર છે. જૂનના અંત સુધીમાં વાવણીલાયક વરસાદ થશે. અતિવૃષ્ટિ વિશે વાત કરતા તેઓએ જણાવ્યું છે કે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. એટલે કે જરૂરિયાત કરતાં વધારે વરસાદ જોવા મળશે. અતિવૃષ્ટિ થવાની પણ સંભાવના બતાવવામાં આવી છે. 7 જૂન સુધી ઉપલા લેવલ વાદળો બંધાશે. જ્યારે 8, 9 અને 10 તારીખમાં નીચલા લેવલ એ વાદળો બંધાશે. એટલે કે એકાદ બે દિવસ બાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. ઓક્ટોબર મહિનામાં ચોમાસુ વિદાય લે તેવી શક્યતા છે. આમ 12 થી 14 આની ગુજરાતમાં વરસાદ થઇ શકે છે. તમામ આગાહીકારોના જણાવ્યા અનુસાર આ વર્ષે ગુજરાતમાં સારો એવો વાવણીલાયક વરસાદ જોવા મળશે. જેને લઈને ખેડૂતોમાં પાકની ઉપજ સારી થશે. આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં. સમાચાર