સમાચાર

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ અનાથ દીકરીઓનું કન્યાદાન કર્યું, કરીયાવારમાં આપ્યું એટલું સોનું કે…

લગ્ન કોઈ પણ છોકરી માટે એક ખુબ જ ખાસ અને મહત્વની વાત હોય છે. સામાન્ય ઘરોમાં દીકરીના લગ્નમાં સૌથી વધુ હરખ માતાપિતાને હોતો હોય છે. પંરતુ એવી છોકરીઓનું શું જેના માતાપિતા કોઈ કોઈ પરિવાર નથી હોતો. જે કોઈ અનાથઆશ્રમમાં અજાણ્યા લોકો વચ્ચે ઉછરે છે. એ દીક્રીનાના લગ્ન કેવી રીતે થાય અને અને લગ્ન કરાવવા વાળું કોણ? ઘણી છોકરી જે માતાપિતા વિના જીવે છે અને જીવનના સૌથી મહત્વના નિર્ણય અને પ્રસંગમાં માતાપિતાની ખામી મહેસુસ કરે છે.

અનાથઆશ્રમમાં ઉછેરાતી છોકરીઓ વિશે વિચારીને અંતર્ગત રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ એક સહરાનીય પગલું ભર્યું છે. જેની આજે આખા ગુજરાતમાં વાહવાહી થઈ રહી છે. ભાવનગરના વિદ્યાનગર શહેરમાં આવેલ તાપીબાઇ વિકાસ ગૃહની સ્થાપના 1962માં થઈ હતી, આ વિકાસ ગૃહ અનાથ દીકરીઓની સાચવણી અને એમને ભણતર પૂરું પાડીને જીવનમાં આગળ વધવા માટે પ્રેરિત કરે છે.

તાપીબાઇ વિકાસ ગૃહ અત્યાર સુધી કુલ 125થી વધુ અનાથ દીકરીઓના લગ્ન સારી રીતે કરાવી ચુકી છે. હાલ જ આ સંસ્થામાં રહેતી બે દીકરીઓ પૂનમ અને ગુંજનના લગ્ન લેવાયા હતા અને આ લગ્નમાં અનાથ દીકરીઓના માતાપિતા તરીકે જીતુ વાઘાણીએ ફરજ પૂરી પાડી હતી.

તાપીબાઇ વિકાસ ગૃહની આ દીકરીઓનું કન્યાદાન જીતુભાઈ વાઘાણીએ કર્યું હતું. સાથે જ આ સંસ્થાની બીજી એક દીકરીના માતાપિતાની ફરજ પૂરી પડતા જીતુભાઈ વાઘાણીના મોટાભાઈએ એમનું કન્યાદાન આપ્યું હતું. બંને ભાઈઓ એ આવું કામ કર્યું જે સમાજમાં એક નવી મિશાલ સ્થાપિત કરે છે જેથી આજે આખા ગુજરાતમાં એમની વાહવાહી થઈ રહી છે.

બે અનાથ દીકરી પુનમ અને ગુંજનના લગ્નમાં મંત્રી જીતુ વાઘાણી અને ભાઈ ગીરીશ વાઘાણીએ આ દીકરીઓને પોતાની દીકરી સામાન ગણીને બન્ને દીકરીઓ ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા. પૂરી વિધિસર લગ્ન સંપન્ન થયા જેમાં ગઈકાલે રાત્રે દાંડિયારાસ પણ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગમાં ત્યાંના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર અને મેયર કિર્તીબાળા પણ આ લગ્નમાં ભાવ ભારે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.