માંડવીમાં પિયાવા સ્વામિનારાયણ હોસ્ટેલમાં પરીક્ષા બાદ 11માં ધોરણની વિદ્યાર્થીની એ કર્યો આપઘાત, મા-બાપ વિહોણી શિણાયની…

માંડવી તાલુકાના પિયાવા વાડી વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ કન્યા વિદ્યા મંદિરમાં ૧૧માં ધોરણમાં અભ્યાસ કરતી ગાંધીધામના શિણાય ગામની અને મા-બાપ વગરની ૧૭ વર્ષીય એક છાત્રાએ સાયકોલોજીની પરિક્ષા આપ્યા બાદ ગુરૂવારે બપોરે હોસ્ટેલના રૂમમાં પંખા પર દુપટ્ટો બાંધી અને આત્મહત્યા કરી લેતાં છાત્રાલયમાં કન્યાઓ ધ્રૃસકે ધ્રૃસકે રડી પડવાના આક્રંદથી દરેકના દિલને આંખોના આંસુએ હચમચાવી નાખ્યા હતા.

મૂળ શિણાયની મુકતાબેન ધીરજભાઈ હડીયા છેલ્લા પાંચ વર્ષથી અભ્યાસ અર્થે માંડવીના પિયાવા વાડી વિસ્તાર સ્થિત સ્વામીનારાયણ કન્યા હોસ્ટેલમાં રહી અને ત્યાં જ શાળામાં અભ્યાસ કરી રહી હતી. હતભાગી છાત્રાના માતા-પિતા નહીં હોવાથી અભ્યાસનો બધો ખર્ચ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા જ ઉપાડવામાં આવતો હતો. તે છાત્રા ગુરૂવારના રોજ સવારે પોતાની પરિક્ષા આપીને હોસ્ટેલના પોતાના રૂમ ન. ૨૦૮માં આવીને અંદરથી દરવાજો બંધ કરી અને પંખા પર દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી હતી.

રૂમ પાર્ટનર આવતાં જ રૂમનો દરવાજો ન ખુલતાં શાળા અને કન્યા છાત્રાલયના કર્મચારીઓએ રૂમનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતાં મુક્તાબેન પંખા પર લટકતાં જોવા મળ્યા હતા. મૃતકની અંતિમ વિધિ માટે તેમના પરિવારમાં મોટા બાપાને લાશ સોંપવામાં આવી હતી. થોડા દિવસ પહેલા જ આફ્રિકાથી આવેલા દાતાએ હતભાગી છાત્રાનો ૧૨ ધોરણનો અભ્યાસ પૂર્ણ થયા બાદ કોલેજમાં આવે ત્યારે સ્કુટી લઈ આપવાની અને તમામ અભ્યાસનો ખર્ચ આપવાની જાહેર પણ કરી હતી.

મૃતક મૂકતાબેન હોળીની રજાના પ્રસંગે પોતાના મોટા બાપાના ઘરે રહેવા ગયા હતા. અભ્યાસમાં રૂચી પણ ધરાવતા હતા. માત્ર પોતાના માતા-પિતા નહીં હોવાથી એકલપણું લાગતું હોવાનો અફસોસ વ્યક્ત કરતા હોવાનું બધા સુત્રોએ જણાવ્યું હતું. અબડાસા તાલુકાના રામપર અબડા ગામે રહેતી એક ૧૭ વર્ષીય ભાવનાબેન વેલજીભાઇ જુમાભાઇ કોલી નામની સગીર કન્યાએ કોઇ અગમ્ય કારણોસર સીમમાં શુક્રવારના રોજ સવારે દસ વાગ્યાના અરસામાં બાવળના ઝાડની ડાળી પર પછેડી બાંધીને આત્મહત્યા કરી લીધી હતી.

બનાવ અંગે હતભાગીના પિતાને જાણ થતાં પરિવારજનોએ નલિયા સરકારી હોસ્પિટલમાં લઇ આવતાં હાજર પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. નલિયા પોલીસે બનાવની નોંધ લઇ અને આગળની તપાસ પીએસઆઇ વી.આર. ઉલવાએ હાથ ધરી લીધી છે. માંડવી તાલુકાના દુજાપર ગામે રહેતા ૩૬ વર્ષીય ખીમજીભાઇ દાનાભાઇ લોંચા નામના એક યુવાને કોઇ અગમ્ય કારણોસર શુક્રવારે સવારે પોણા બાર વાગ્યાના પોતાના ઘરની છતની આડીમાં દુપટ્ટા બાંધી ફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ગઢશીશા પોલીસે બનાવની નોંધ લઇ અને આપઘાત પાછળના કારણો જાણવા માટે તપાસ ચલાવી છે.

મહાવીરનગરમાં રહેતા અને લેવા પટેલ હોસ્પિટલમાં નોકરી કરતા હેમલતાબેન દસરથભાઇ રાવલ નામની પરિણીતાએ શુક્રવારના રોજ બપોરે પોતાના ઘરે પંખા પર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. હતભાગી મહિલાના પતિ બહાર ગયેલા હતા. પુત્ર જયારે ઘરે આવ્યો ત્યારે સમગ્ર ઘટનાની જાણ થઇ હતી. મૃતક મહિલાને તેમના તબીબ ભાઇ ડો. જયેશભાઇ રાવતભાઇ રાજગોર પ્રથમ વાયબલ હોસ્પિટલમાં બાદમાં જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં ત્યાં ફરજ પરના ડોકટરે મહિલાને મૃત જાહેર કરી દીધા હતા.

Leave a Reply

Your email address will not be published.