પોતાના વતન પાછા આવતા ત્રણ લોકોનુ ટેમ્પા સાથે અક્સ્માત થતા ઘટના સ્થળે જ મોત
ભચાઉ તાલુકાની અંદર વોંધ રામદેવપીર પાસે આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કાલે બપોરે 2.30 વાગ્યાની નજીક ત્રણ વ્યક્તિઓને આઇસર ટેમ્પા સાથે અક્સ્માત થતા ત્રણેય વ્યકિતઓ માંથી બે વ્યકિત ઓનાં ત્યાંને ત્યાં જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિનું સારવાર સમયે મોત થયું હતું. ભચાઉ પોલીસ જ્યાં આખો બનાવ બન્યો ત્યાં પહોંચીને આગળની તમામ કાયૅવાહી હાથમાં લીધી છે. મળતી માહિતી મુજબ સરકારી હોસ્પિટલમાં હડતાળ હોવાથી પોસ્ટ મોર્ટમની પ્રોસેસ માં થોડો સમય લાગશે તેમ જાણવા મળી રહ્યું છે.
આ આખી ધટના વિશે વાત કરીએ તો ભચાઉ તાલુકામાં આવેલા રામદેવપીર નજીક આવેલા જલાઇરામ ઓઇલ એકમમાં કામ કરતા મુળ રાધનપુરના અનિરુદ્ધ યોગેશ પટેલ અને તેના કાકા જગદીશ કનૈયાલાલ પટેલ અને મૂળ ગાંધીનગરમાં રહેનારા જીગર મહેન્દ્રભાઇ પટેલના વોન્ધની અંદર જમવા માટે આવેલા હતા. આ ત્રણેય લોકો પ્રસંગ પતાવીને પાછા આવતી વખતે ટેમ્પોની સાથે અક્સ્માત થતા આ ત્રણેય લોકોનાં મોત થયા છે. આ ઘટનાને લીધે સ્થાનિક તંત્ર સક્રિય થઈ ગયું છે.
આ આખી ધટનાની અંદર કાકા-ભત્રીજાનું જ્યાં આ બનાવ બન્યો ત્યાં ને ત્યાં જ મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે જીગરને ભચાઉ વાગડ વેલફેરમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં તેને યોગ્ય સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું. આવી રીતે અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા હતા. પરંતુ પોલીસે આ આખા બનાવની કાયૅવાહી શરુ કરી દીધી છે. અને આ મૃતદેહના પોસ્ટમોર્ટમ પણ થઇ શક્યા નહોતા. આ આખી ઘટનાને લીધે આખું તંત્ર દોડતું થઇ ગયું હતું.
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.