આ વિસ્તારમાં પુર જેવી પરિસ્થિતિ, કલાકોમાં જ 11 ઇંચ વરસાદ ખાબક્યો, ગામના લોકોને સુરક્ષિત જગ્યાએ જવા સુચના અપાય

સૌરાષ્ટ્ર કચ્છમાં કચ્છ જિલ્લાના છેવાડા અને સરહદી અલગપત્ર તાલુકામાં મેઘરાજા એટલી ધમાકેદાર બેટિંગ કરી કે ભુકા બોલાવી નાખ્યા શુક્રવારે વરસેલા અતિ ભારે વરસાદથી તાલુકામાં મેઘરાજા કહેર જોવા મળ્યો હતો સવારના પોર થી શરૂ થયેલા વરસાદ સાંજ સુધી મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા બપોરે બે થી ચાર ના સમયગાળા દરમિયાન 22 મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે ૪ થી ૬ ના સમયગાળા દરમિયાન 39 મીમી વરસાદ ખાબક્યો હતો જ્યારે સાંજના છ થી આઠ વાગ્યા તો મેઘરાજા ભાન ભૂલીને 135 વરસાદ વરસાવી નાખ્યો હતો.

અને રાત સુધીમાં તો મેઘરાજાએ 72 વરસાદ વરસાવીને પોતાને મોહર નોંધાવી હતી એક જ દિવસમાં મેઘરાજાએ 276 મીમી વરસાદ નોંધાવ્યો હતો. જો આને ઇંચમાં ગણતરી કરીએ તો લગભગ 11 ઇંચ વરસાદ તાલુકામાં ફરસ્યો હતો અને જો આ સમગ્ર સીઝનમાં વાત કરીએ તો 438 મીમી વરસાદ નોંધાયો છે.

લખપત માં એક જ દિવસમાં 11 ઇંચ વરસાદ ખાબકતા બે ડેમો ઓવરફ્લો થઈ ગયા હતા. તાલુકામાં આવેલા ગોદાતર અને સાંજનો ડેમ ઓવરફ્લો થતા તાલુકામાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો મધ્યમ સિંચાઈના બંને ડેમો થઈ જતા સમગ્ર સિંચાઈના પાણી માટે તંગી ઊભી નહીં થાય તેવું ખેડૂત ભાઈઓનું કેવું છે ગોધતડ ડેમ 0.05 મીટર સાથે ઓવરફ્લો થઈને અત્યારે હાલની તેની પરિસ્થિતિ 23 મીટરની છે.

જ્યારે કોરિયાણી ગામમાં હાલ જિલ્લા વહીવટી તંત્ર સ્થાનિક લોકો માટે ચેતવણી જાહેર કરી છે અને તાત્કાલિક સુરક્ષિત સ્થળે પહોંચવા સૂચના પણ આપી દીધી છે બીજી તરફ હતી ભારે વરસાદને કારણે બાલાપુર ગામ પાસે પુલ તૂટી પડતા એક ટ્રેલર પલટી મારી ગયો હતો અતિ ભારે વરસાદને કારણે પુલ તૂટતા પાંચ ગામોનો સંપર્ક તૂટી ગયો હતો અને તેના કારણે આસપાસના ગામોમાં દૂધ પહોંચાડતા માલધારીઓ ને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.