ભાવનગરમાં આ જગ્યાએ ફક્ત 110 રૂપિયામાં મળે છે એટલું બધું અને સ્વાદ પણ એટલો ભરપુર કે ક્યારેય ભૂલશો નહિ

આજકાલ લોકોને ચટાકેદાર જમવાનું ખુજ ભાવે છે. તેમાં પણ લોકો હવે પંજાબી ફૂડ ખાવાનું વધુ પસંદ કરે છે. જમવામાં આજ-કાલ પંજાબી વાનગીઓનું ચલણ બહુ વધી ગયું છે. ઘરે જમવાનું હોય કે હોટેલમાં જમવાનું હોય, આજ-કાલ પંજાબી વાનગીઓ લોકોની સૌથી વધુ મનપસંદ હોય છે. પંજાબી ફૂડ ટેસ્ટમાં સ્પાઇસી અને ચટપટુ હોય છે આથી લોકોને આજકાલ પંજાબી જમવાનું ખુબ જ ભાવે છે. જો તમે પણ પંજાબી ફૂડ ખાવાના શોખીન હોવ તો આજે અમે તમને ખુબ જ ટેસ્ટી પંજાબી ફૂડ વિશે જણાવવા જઈ રહ્યા છે.

ભાવનગરમાં રિંગ રોડ પર આવેલી કૈલાશ રેસ્ટોરન્ટમાં તમે માત્ર 110 રૂપિયામાં અનલિમિટેડ પંજાબી ફૂડ ખાવા મળશે. ત્યાં તમને 110 રૂપિયામાં વેજ મંચુરિયન, 2 પનીર ની સબ્જી, તંદુરી બટર નાન, સલાડ, છાસ, પાપડ, દાલફ્રાય, જીરા રાઈસ મળે છે. 110 રૂપિયામાં તમને આ બધી જ આયટમ અનલિમિટેડ ખાવા મળશે. ટેસ્ટ ની જો વાત કરીએ તો આ કૈલાશ રેસ્ટોરન્ટના જમવાનો ટેસ્ટ ખુબ જ સરસ હોય છે.

જે પણ લોકો અહીં જમવા આવે છે તે લોકો આંગળા જ ચાટતા રહી જાય છે. તેઓ પનીર ની સબ્જીમાં એક પનીર બટર મસાલા અને બીજી પનીર ટિક્કા આપે છે. તંદુરી બટર નાન પણ એકદમ સોફ્ટ હોય છે. તેઓ પાર્સલ અથવા ટેબલ પર 100 રૂપિયા પર 10% ડિસ્કાઉન્ટ પણ આપે છે. આ રેસ્ટોરન્ટ નો સમય સાંજ ના 6 to રાત ના 11 વાગ્યા સુધીનો હોય છે. ભાગ્યે જ કોઈએ આ રેસ્ટોરન્ટ ની મુલાકાત લીધી હશે પણ જે કોઈએ તેની મુલાકાત લીધી હશે તેઓ આ રેસ્ટોરન્ટ ના વખાણ કરતા થાકતા નથી.

એકદમ તડકેદાર દાળ, જીરા રાઈસ પણ ટેસ્ટમાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. ખુબ જ સ્વચ્છપણે અહીં બધું જ ફૂડ બનાવવામાં આવે છે. અહીં અનલિમિટેડની સાથે બીજી બધી પણ આયટમ હોય છે જે તમે મેનુ જોઈને ઓર્ડર કરી શકો છો. જો તમે ભાવનગરના હોય અથવા તો ભાવનગર આવવાનું વિચાર કરી રહ્યા હોય તો અવશ્ય આ કૈલાશ રેસ્ટોરન્ટ ની મુલાકાત લેજો. ખરેખર ખુબ જ મજા આવશે આ પંજાબી અનલિમિટેડ ભાણું જમવાની. તો ચાલો નોંધી લો આ એડ્રેસ ભાવનગર,રિંગ રોડ પાસે, કૈલાશ રેસ્ટોરન્ટ, ગુજરાત

Leave a Reply

Your email address will not be published.