સમાચાર

લોકગાયિકા કાજલ મહેરીયા પર થયો ઘાતકી હુમલો, ગાડીના કાચ તોડી ધોકા વડે માર માર્યો, તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાય

આપણા ગુજરાતના જાણીતા કલાકાર કાજલ મહેરીયા પર સોમવારે પાટણના ધારપુર ગામ માં એક સંગીત કાર્યક્રમમાં ઘાતકી હુમલો થયો હતો. જેમાં તેમની સોનાની ચેન સહિત કેટલીક અન્ય વસ્તુઓની લૂંટ થઈ હતી. આથી કાજલ મહેરિયા ને કેટલીક સામાન્ય ઈજાઓ પણ થઈ હતી.જેથી તેમને સારવાર માટે પાટણ ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના મામલે પોલીસને ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

હુમલા બાદ કાજલ મહેરિયાએ પાટણના બાલીસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં રામુ દેસાઈ નામના વ્યક્તિએ અન્ય 4 લોકો સામે મારપીટની ફરિયાદ નોંધાવી છે. કહેવાય છે કે, દિગડી ગામના રામુ દેસાઈએ જૂની અદાવત ને યાદ રાખીને કાજલ પર હુમલો કર્યો હતો. હુમલામાં કાજલ મહરિયાને ઈજા થઈ હતી અને તેના વાહનને પણ નુકસાન થયું હતું.

સપ્ટેમ્બર 2020માં આંતરિક ઝઘડામાં કાજલ મહેરિયા પર હુમલો થયો હતો. મોઢેરામાં બનેલી આ ઘટનામાં કાજલ મહેરીયા ને એક લાફો મારી દીધો હતો. કાજલ મહેરિયા સામાજિક કાર્ય માટે ઈવેન્ટ ઓર્ગેનાઈઝર બાબખાનના ઘરે ગઈ હતી. કાર્યક્રમના આયોજકના ઘરે ગયેલા ગાયક પર બાબા ખાનના વિરોધીઓએ હુમલો કર્યો હતો. આ ઘટના ચોંકાવનારી હતી.

મૂળ વિસનગરની, કાજલ મહેરિયાનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. કાજલ મહેરિયાના ઘણા ગીતો ફેમસ છે. જેમાં નવા ગીતો, લોકગીતો, ભજનો, લગ્નગીતો, રાસ ગરબા વગેરેનો સમાવેશ થાય છે. તે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર તેના ઘણા ફોલોઅર્સ છે. કાજલ મહેરિયા ટિકટોક પર પણ મોટી સંખ્યામાં ફોલોઅર્સ હતા.

Leave a Reply

Your email address will not be published.