લગભગ પંદર દિવસ પહેલાની કોટાની આ વાત છે. ઘરની પાણીની ટાંકીમાંથી દોઢ વર્ષના માસૂમ મૃતદેહ મળી આવ્યો હતો. આ બાળક કેવી રીતે ટાંકીમાં પડી ગયું તેની શોધખોળ કરવા પોલીસે પરિવારજનોની પૂછપરછ કરી હતી. આ રહસ્યમય મોત કેવી રીતે થયું તેનો ખુલાસો કરવા માટે પોલીસે બાળકના કાકી ની ધરપકડ કરી છે. કબ્રસ્તાનમાં મૃતને દફનાવ્યા બાદ મૃતદેહને ફરીથી બહાર કાઢી તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. મોત કેવી રીતે થયું તેની ચર્ચાઓ ખૂબ જ ચાલી રહી છે.
સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે આ ઘટના રામપુર પોલીસ સ્ટેશન ના લાડપૂર શહેરના કરબલા વિસ્તારમાં બની છે. પરિવાર ની સૌથી નાની વહુ સોબીયા એ તેના સંબંધિત યુવક સાથે મળીને આ બાળકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આથી તેની કાકીને બાળકના હત્યા કરવાના મામલે પોલીસે ધરપકડ કરી છે.
પરિવાર ની સૌથી નાની વહુ સબીયા એ આ કાર્યને અંજામ આપવા માટે ઘરનાં ધાબા ઉપર મુકેલી 500 લિટર ની ટાંકીમાં બાળક ને ફેંકી દીધું હતું અને તેનું ઢાંકણું બંધ કરી દીધું હતું જેના કારણે બાળકને ગુંગળામણ થવાથી તે મૃત્યુ પામ્યો હતો. જ્યારે તેને આ ઘટનાને અંજામ આપ્યો ત્યારે ઘરમાં માત્ર મહિલાઓ જ હતી પુરુષો હતા નહીં.
સાબિયા અબીરની મમ્મીને તેની ભાભી ને હંમેશા નફરતની નજરે જોતી હતી. થોડા દિવસ પેહલા પણ અબીર રડતો રડતો ઘરે આવ્યો હતો જેમાં અબીરની લેંઘી પણ કોઈકે કાઢી નાખી હતી અને મોંઢા પર ખીલ્લી વગાડી હતી. તે વખતે અબીર ની મમ્મી જમવાનું બનાવી રહી હતી અને આ ઘટના બની હતી. અગાઉ પણ બાળક પર આ રીતે હુમલો કરવામાં આવ્યો હતો.
લગભગ છ-સાત મહિના પહેલા તેઓના ઘરમાં ચોરી થઈ હતી તેમાં પણ સોબિયા નો હાથ હતો તેવું કહેવામાં આવે છે. ઘરમાંથી સોનાના ઘરેણા અને ૯૦ હજાર રૂપિયા ખોવાઈ ગયા હતા. આ પ્રકારની ચોરી થઇ જતાં પણ પરિવારે પોલીસમાં ફરિયાદ કરી ન હતી.
મૃતકની માતાએ જણાવ્યું છે કે થોડા મહિના પહેલાં ઘરમાંથી ચોરી થઈ હતી તેમાં સાબિયાનો હાથ હતો પરંતુ પરિવારમાં કોઈ પણ પોલીસને જાણ કરી ન હતી. આ ઘટના બાદ સાબિયા ની અંજુમ સાથે વાતચીત બિલકુલ બંધ હતી. તે નાની નાની વાતોમાં ખોટું લગાડી દેતી હતી. આખરે તેને આ વાતનો બદલો લેવા માટે અબીરને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
25 એપ્રિલના રોજ બાળક ને 500 લીટરની ટાંકી માંથી બાળકને બહાર કાઢ્યું હતું અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ટાંકી નું ઢાંકણું બંધ હોવાથી બાળક ગુંગળામણ ને લીધે મૃત્યુ પામ્યું હતું. આથી ત્યાંના તબીબોએ પણ તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારજનોએ આ ઘટના મામલે પોલીસને જાણ કરી ન હતી આથી બાળકને તે દિવસે દફનાવી દેવામાં આવ્યું હતું.
હત્યાના બીજા દિવસે અબીરના દાદા અને પિતાને શંકા ગઈ. મૃતક અબીરના પિતા ઈમરાન અને દાદા સઈદે આ ઘટના ના મામલે તપાસની માંગ કરી હતી. જે બાદ કોર્ટના આદેશથી અબીરના મૃતદેહને કબ્રસ્તાનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસ અને પરિવારજનોની હાજરીમાં મેડિકલ બોર્ડ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસમોર્ટના રિપોર્ટને તેના આધારે પોલીસ પરિવારજનોની પૂછપરછ કરી રહી હતી.લગભગ ૧૫ દિવસ બાદ આ રહસ્યમય મોત નો ખુલાસો પોલીસે કર્યો હતો. આખરે આ રહસ્યમય બાળકનું મોત કેવી રીતે થયું તેને શોધવા માટે પોલીસ રાત-દિવસ એક કરી દીધી હતી.