ગરમીના ઉકળાટ વચ્ચે એક રાહત આપનારી ખબર સામે આવી છે, ગુજરાત વાસીઓને પડી રહેલે કાળઝાળ ગરમીથી ખુબ જ જલ્દી છુટકારો મળવાનો છે. ગુજરાતના હવામાન નિષ્ણાટ અંબાલાલ પટેલ ની આગાહી વિશે આખું ગુજરાત જાણે છે પણ આ વખતે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ નહી પણ કાળાભાઈ ભુરાભાઈ હડમતીયા વાળાએ આગાહી કરી છે કે ગુજરાતવાસીઓને આ દિવસેથી મળશે ગરમીથી છુટકારો.
પાછલા વર્ષે મોડું ચોમાસું શરુ થયા બાદ છેક ડિસેમ્બર સુધી છૂટક વરસાદ થતો રહ્યો હતો પણ આ વર્ષે અગાઉ હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ચોમાસું સામાન્ય રહેવાનું છે. જો કે ભારતમાં સોમવારે નેઋત્યના ચોમાસાનું આગામન ઘણી જગ્યાએ થઈ ચુક્યું છે, જેમાં બંગાળની ખાડીના કેટલાક રાજ્યોની સાથે આંદામાન નિકોબારમાં વરસાદ વરસ્યો છે. આ સાથે કેરળ, કર્ણાટકા સહિત દક્ષિણ પશ્ચિમના રાજ્યોમાં નજીકના દિવસોમાં ચોમાસાની ભારે શરુઆત થઈ શકે છે.
જો ગુજરાતની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજી તાલુકા ની અંદર હડમતીયા ગામના રહેવાસી કાળાભાઈ ભુરાભાઈ હડમતીયાએ આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસાની શરુઆત જ 25 તારીખ બાદ થશે. જેઠ મહિનામાં નહીં પણ અષાઢ મહિનામાં વરસાદ રહેશે એવું જણાવ્યું છે. જો કે ખેડૂતો માટે વરસાદ સારો સાબિત થશે એમ પણ કાળાભાઈ ભુરાભાઈ હડમતીયાએ જણાવ્યું છે.
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.