કાળઝાળ ગરમી માંથી મળશે રાહત, હવામાન વિભાગના નિષ્ણાતો એ કરી મોટી આગાહી

હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી હીટ વેવ રહે તેવી સંભાવના દર્શાવી છે. સમગ્ર રાજ્ય આ આકરા તાપથી ત્રસત છે. આગામી ૪૮ કલાકમાં ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છમાં હિટ વેવ થઇ શકે છે. 19 અને 20 તારીખે અમદાવાદમાં ખૂબ જ કાળઝાળ ગરમી પડશે. આથી સરકારશ્રીએ સૌને ઘરમાં રહેવાનું જણાવાયું છે. વૃદ્ધ અને ગર્ભવતી મહિલાએ જરૂર સિવાય બહાર તાપમાં નીકળવું નહિ.

દક્ષિણ ગુજરાતમાં 20 અને 21 તારીખે વાદળછાયું આકાશ રહેશે. આ સાથે ગુજરાતમાં જૂનના બીજા સપ્તાહમાં ચોમાસું આવી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં જૂનના બીજા સપ્તાહમાં ચોમાસું આવે તેવી શક્યતા છે. મેના અંત સુધીમાં રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટ જોવા મળી શકે છે. આંદામાન-નિકોબાર અને બંગાળની ખાડીમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. અહીં પાંચ દિવસ પહેલા ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.

દક્ષિણપશ્ચિમ ચોમાસું 27 મેથી 1 જૂન સુધી કેરળ પહોંચવાની ધારણા છે. કેરળમાં વરસાદના આગમન પછી, ગુજરાતમાં સામાન્ય રીતે 15-20 દિવસમાં વરસાદ આવે છે. દેશમાં આ વર્ષે પણ ચોમાસું સામાન્ય રહેવાની ધારણા છે. સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસું ગુજરાતમાં આવે છે. દક્ષિણમાં વરસાદ શરૂ થયા બાદ રાજ્યના અન્ય ભાગોમાં ચારથી પાંચ દિવસમાં વરસાદ પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *