ગુજરાત સહિત સમગ્ર દેશ આ સમયે આકરી ગરમીનો સામનો કરી રહ્યો છે. ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ગરમીના મામલે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 5 દિવસમાં લોકોને રાહત મળશે. એટલે કે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. હવામાન વિભાગે રાજ્યના કોઈપણ ભાગમાં હિટવેવની આગાહી કરી નથી. સામાન્ય રીતે હાલ તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચી ગયો છે. પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહી શકે છે.
અને બીજી તરફ દેશમાં આ વર્ષે ચોમાસુ 10 દિવસ પહેલા જ આવી જવાનું છે અને યુરોપીયન સેન્ટર ફોર મિડીયમ રેન્જ વેધર ફોરકાસ્ટ એ આ પ્રકારની આગાહી કરી હોવાનું જાણવા મળ્યું છે. અને એક એજન્સી મુજબ કેરળ નાટક સાથે 20 21 મેના રોજ ચોમાસુ આવવાની વાત પણ થઈ છે એક જાણકારી મુજબ અત્યારે બંગાળની ખાડીમાં હવામાનમાં ફેરફાર થશે તેવા સંકેત મળી રહ્યા છે તથા અરબ સાગરમાં એન્ટી સાયકલોનીક ક્ષેત્ર પણ બન્યું છે અને તેના લીધે ચોમાસુ કેરળ માં જલ્દી પહોંચશે અને તેના પ્રભાવથી પશ્ચિમ વિસ્તારના બીજા બધા ભાગોમાં પણ વરસાદ થઇ શકે.
આ જાણકારી મુજબ બીજા વર્ષે ચોમાસુ સમયસર આવી શકશે સામાન્ય રીતે કેરળમાં 1 જૂનથી ચોમાસુ આવે છે પછી દેશના બીજા અન્ય વિસ્તારમાં વરસાદ આવવાની શરૂઆત થાય ત્યારે આ વર્ષે ભારતમાં સારો વરસાદ થઇ શકે તેવા એંધાણ છે. અને તદુપરાંત હવામાન વિભાગનું એવું પણ માનવું છે કે ગરમીમાંથી આગામી પાંચ દિવસ રાહત મળી શકે છે અને અમદાવાદ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી ખૂબ જ ગરમી પડી રહી છે અને તેના જ કારણે લોકો ખૂબ જ ત્રાસી ગયા છે પરંતુ રાજ્યના અમુક જગ્યાએ સવારથી જ વાદળછાયુ વાતાવરણ રહેતા ગરમીમાં તે લોકોને થોડી રાહત મળી છે.
સમગ્ર રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી ખૂબ જ ગરમી પડી રહી છે અને લોકો ગરમીથી ત્રાસી ગયા છે અને તેની પણ આગાહી હતી તેથી લોકો ગરમીમાં ખૂબ જ સરસ થઈ ગયા છે તેમ આ હીટવેવની અસર ઠંડી પડી રહી હોવાથી ગરમીનો પારો ઘડવાની શક્યતા છે અને લોકો થોડું ઠંડકનો અનુભવ કરી શકે તેવું પણ જાણવા મળ્યું છે. અને આગામી એક અઠવાડિયામાં ચાર ડિગ્રી ગરમીમાં ઘટાડો થઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી છે. જેના કારણે ગરમીમાં થી થોડી રાહત મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં નજીકના ભવિષ્યમાં તાપમાન 42 થી 42 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે અને 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે. દર વર્ષે માર્ચના અંતમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર પહોંચે છે પરંતુ આ વખતે મહિનાના મધ્યમાં તાપમાન 44 ડિગ્રીથી ઉપર પહોંચી જાય છે. એપ્રિલ અને મે મહિનામાં તાપમાનનો પારો 43 થી 44 ડિગ્રીની આસપાસ રહે છે. જો કે છેલ્લા એક સપ્તાહથી 40 થી 42 ડીગ્રી તાપમાન સાથેના ગરમ પવનોએ આકરી ગરમીનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને માર્ચ માસમાં નોંધાયેલ ગરમીના આંકડાઓ પણ નોંધાયા છે.