કાળિડેમમાં ચાર વિદ્યાર્થીઓ પાણીમાં ડૂબ્યા, પગ લપસતા આ સમગ્ર ઘટના બની જેમાં એક બાળકનું મૃત્યુ થયું

દાહોદની સરકારી એનજીન્યરિંગ કોલેજના છ વિધાર્થીઑ કાળિડેમ ફરવા ગયા બાદ છ પૈકી ચાર વિધાર્થીઓ પાણીમાં ડૂબી જતાં એકનું મોત થયું હતું ત્રણનો આબાદ બચાવ થઇ ગયો છે. દાહોદની સરકારી એંજિનયરિંગ કોલેજમાં અભ્યાસ કરતાં ૬ મિત્રો દાહોદના કાળીડેમ ખાતે ફરવા માટે ગયા હતા તે દરમિયાન એક વિધાર્થીનો પગ લપસી જતા સાથે અન્ય ત્રણ મિત્રો પણ ખેચાઈ અને પાણીમાં ડૂબી ગયા હતા. બનાવને પગલે આસપાસના રહીશો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ડૂબતાં વિધાર્થીઓને બચાવવાની કોશિશ કરતાં ત્રણ વિધાર્થીઑનો બચાવ થઈ ગયો હતો જ્યારે એક વિધાર્થી ડૂબી જતાં કરૂણ મોત થયું હતું. બનાવને પગલે પંથકમાં ખુબ જ ગમગીની છવાઈ ગઈ હતી. દાહોદની શ્યામલ સોસાયટીમાં રહેતા છાયંક નલવાયા દાહોદની સરકારી ઇજનેર કોલેજમાં બીઈ કોમ્પ્યુટરનો અભ્યાસ કરી રહ્યો હતો અને આજે મિત્રો સાથે દાહોદ નજીક આવેલ કાળિડેમ ખાતે ફરવા જવાનો પ્રોગ્રામ બનાવી અને છ મિત્રો ફરવા માટે ગયા હતા.

જ્યાં પાણીના કિનારે બેઠેલા એક વિધાર્થીનો પગ લપસી જતા લગોલગ બેઠેલા અન્ય ત્રણ વિધાર્થીઑ પણ સાથે ખેચાઈ ગયા હતા અને ચારેય મિત્રો પાણીમાં ડૂબવા લાગ્યા હતા બનાવને પગલે સ્થાનિકો લોકો દોડી જઈ અને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમા ત્રણ વિધાર્થીના આબાદ બચાવ થઈ ગયો હતો જ્યારે છાયંકનું મૃત્યુ થયું હતું બચી ગયેલા વિધાર્થીઑને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. પરિવારમાં એકના એક પુત્રના નિધનથી પરિવારજનો આઘાતમાં ચાલ્યા ગયા હતા. પોર્સ્ટમોર્ટ્મ રૂમ આગળ સગા સબંધીઑ દોડી આવ્યા હતા. ભારે ગમગીની નો માહોલ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.