કાળઝાળ ગરમીમાં આ જગ્યાએ વરસાદની આગાહી, આ વિસ્તારમાં પડી શકે છે કમોસમી વરસાદ

ઉત્તર પશ્ચિમ ભારત, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના ઘણા બધા ભાગોમાં મહત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. એટલે કે આ રાજ્યોને ગરમીથી રાહત મળી શકે છે. અહીં ગરમીની અસર પણ ઘણી ઓછી થશે. તેનું કારણ એ છે કે પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં કાર્યરત પશ્ચિમી વિક્ષેપ થઇ રહ્યો છે. જો કે તેની અસરથી ઘણા બધા રાજ્યોમાં અંધારપટ પણ છવાઈ શકે છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણામાં ગરમી વધી શકે છે. સ્કાયમેટ વેધર મુજબ, ઉત્તર પાકિસ્તાન અને તેની આસપાસના ઘણા વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ ગયું છે. એક ટ્રફ રેખા વિદર્ભથી દક્ષિણ આંતરિક કર્ણાટક સુધી સમગ્ર મરાઠવાડા અને ઉત્તર આંતરિક કર્ણાટક સુધી ધીમે ધીમે નીચેના સ્તરે વિસ્તરી રહી છે.

બીજી તરફ હાલમાં એક ચક્રવાતી પરિભ્રમણ શ્રીલંકા અને તમિલનાડુના આજુબાજુના ભાગોમાં સક્રિય છે. જેના કારણે હવામાન પણ બદલાઈ રહ્યું છે.  ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી ૨૪ કલાક દરમિયાન રાજસ્થાનના ઘણા બધા ભાગોમાં ગરમીથી લઈ અને તીવ્ર ગરમીનું મોજું આવવાની શક્યતા રહેલી છે. ૧૧ એપ્રિલના રોજ પંજાબ, હરિયાણા અને દિલ્હીના કેટલાક ભાગોમાં એક કે બે જગ્યાએ હીટ વેવની સ્થિતિ સર્જાઈ શકે તેવી શક્યતા રહેલી છે.

જો કે, આઇએમડીનો અંદાજ એવો છે કે ૧૨મી એપ્રિલથી દિલ્હી, પંજાબ અને હરિયાણામાં ગરમીના મોજાની તીવ્રતા અને ફેલાવામાં ઘટાડો થવાની સંભાવના રહેલી છે. સ્કાયમેટ વેધર મુજબ, મધ્યપ્રદેશ, ઝારખંડ, વિદર્ભ, ઉત્તર પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો, હિમાચલ પ્રદેશના ભાગો, જમ્મુ વિભાગ, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં પણ ૧૨ અને ૧૩મી એપ્રિલે હીટવેવની શક્યતા રહેલી છે.

હવામાનશાસ્ત્રીઓના મત મુજબ, ઉપ-હિમાલયના પશ્ચિમ બંગાળ, આસામ, અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ અને કેરળના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે. ઉત્તરપૂર્વ ભારતના બાકીના ભાગો, તમિલનાડુના બાકીના ભાગો, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રના ભાગો, ઉત્તર આંતરિક કર્ણાટકના ભાગોમાં અને લક્ષદ્વીપમાં ધીમેથી મધ્યમ વરસાદ પણ થઈ શકે છે. બીજી બાજુએ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના રહેલી છે. જ્યારે સોમવારના રોજ મોટાભાગના વિસ્તારોમાં હવામાન ચોખ્ખું જોવા મળી રહ્યું હતું.

જો છેલ્લા ૨૪ કલાકની વાત કરવામાં આવે તો પશ્ચિમ રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીના મોટા ભાગના વિસ્તારોમાં હીટ વેવથી લઈને ગંભીર ગરમીની સ્થિતિ જોવા મળી રહી હતી. પૂર્વ રાજસ્થાન, જમ્મુ વિભાગ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઝારખંડના ઘણા ભાગોમાં અને ઉત્તર પ્રદેશના જુદા-જુદા ભાગોમાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તી રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, આસામ અને તમિલનાડુના ભાગોમાં એક કે પછી બે સ્થળોએ હળવેથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. ઉત્તરપૂર્વ ભારતના બાકીના ભાગો, સિક્કિમ, તમિલનાડુના બાકીના ભાગો, કેરળ, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રના ભાગો, ઉત્તર આંતરિક કર્ણાટક અને લક્ષદ્વીપમાં હળવેથી મધ્યમ વરસાદ થયો હતો. જ્યારે મરાઠવાડા અને છત્તીસગઢમાં હળવો વરસાદ નોંધાઈ ગયો હતો.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.