હેલ્થ

શું તમને પણ કમરના દુખાવા થાય છે તો આપનાવો આ બે આસન અને પછી જુઓ

લોકડાઉનમાં ઘણા લોકોએ વર્ક ફ્રોમ હોમ શરુ કર્યું હતું. પણ હવે સમય ધીરે ધીરે ફ્રી સામાન્ય થઈ રહ્યો છે. લોકો હવે પોતાની જોબ લાઇફ ફ્રી રાબેતા મુજબ શરૂ કરી રહ્યા છે. ઓફીસની અંદર લોકોને લાંબા સમય સુધી બેસીને કામ કરવાનું હોય છે જેના કારણે લોકોમાં કમર દર્દની સમસ્યા વધુ જોવા મળતી હોય છે. કમરમાં દુખાવો, માંસપેશીઓમાં દર્દ, ડોકમાં સોજો વગેરે તકલીફો લોકોને ડેસ્ક જોબના કારણે થતી હોય છે.

આવી તકલીફની અવગણના કરવી મુરખાઇ જ કહી શકાય. આવી તકલીફને જો સમય જતા સરખી ન કરવામાં આવે તો આ તકલીફના લીધે પછી લાંબે ગાળે નુકસાન થઇ શકે છે. લોકોને જ્યારે આવી સમસ્યાઓ થાય છે ત્યારે તેઓ વિવિધ દવાઓનો સહારો લેતા હોય છે. આવી દવાઓ લેવાથી દર્દમાં તો રાહત રહે છે પરંતુ લાંબા ગાળે આવી દવાઓની શરીર પર ખૂબ જ માઠી અસર થતી હોય છે. અને સાથે સાથે આવી દવાઓની સાઇડ ઇફેક્ટસ પણ ખૂબ હોય છે.

આવી સ્થિતિમાં આપણને કોઇ સારા અને સાઇડ ઇફેક્ટ ન થાય તેવા ઉપચારની જરૂર હોય છે. અહીં આપણને એક એવા આસનની જરૂર છે જે આ બધી જ સમસ્યાઓને દૂર કરી દે છે અને આપણું સ્વાસ્થ્ય સારું રાખે છે. હસ્તોતાન આસન એક એવું આસન છે જે કરમના દર્દ અને સ્ટ્રેસથી આપણને ખુબ જ રાહત અપાવે છે. અને આ આસન કરવું ખૂબ સહેલું પણ છે અને કોઇ પણ આ આસન ખુબ જ સરળતાથી કરી શકે છે. હસ્તોતાન આસન કરવાથી તેની કોઇ આડ અસર પણ થતી નથી અને આ આસન વડે કમર અને ડોકના દુખાવાનું કાઇમી નીવારણ લાવી શકાય છે.

આસન ક્યાં અને કેવી રીતે કરવું? હસ્તોતાન આસન તમે કોઈ પણ જગ્યાએ કરી શકો છે. આ આસન કરવા માટે એવો કોઈ ફ્ક્સિ સમય નથી હોતો. હસ્તોતાન આસન કરવા માટે સૌપ્રથમ તમારે સીધા અને ટટ્ટાર ઉભા રહેવાનું હોય છે. ત્યારબાદ તમારા બંને હાથોને ઉપર આકાશની તરફ ઉપર કરો. હવે તમારા હાથની બંને હથેળીઓ ભેગી કરો અને તે સાથે જ તમારા પગની બંને પાનીઓ વડે તમારા હાથ હજુ વધુ ઉપર કરવાનો પ્રયાસ કરો. તમારાથી જેટલું બને ત્યાં સુધી હાથને ઉપર લઈ જવાના છે.

ત્યારબાદ પાનીઓને ફ્રી કરી જમીન પર મૂકવાની છે. પછી બંને હાથ વડે ડાબી બાજુ સ્ટ્રેચ કરો અને પછી એવી જ રીતે જમણી બાજુ પણ સ્ટ્રેચ કરો. જો ત્રણ કલાકના સમયાંતરે આ આસન દિવસમાં ત્રણ થી ચાર વાર કરવામાં આવે તો પછી તમને કમરનાં દુખાવાની સમસ્યાથી રાહત મળી જશે. શરૂઆતમાં આ આસન થોડા ઓછા સમય માટે કરવું જેથી તમારા શરીરને કોઇપણ પ્રકારનું નુકસાન ન થાય. ધીરે ધીરે આસન કરવાના સમયમાં વધારો કરતા જાવ.

હસ્તોતાન આસન કરવાથી શું ફયદા થાય છે? સતત એક જ પોઝિશનમાં બેસવાથી તમારા શરીરની નસોમાં સ્ટ્રેસ આવી જતો હોય છે. બેસતા સમયે આપણા શરીરનો બધો વજન આપણી જે બેકબોન હોય છે તેના પર આવી જાય છે. તેથી જ એક જ પોઝિશનમાં બેસવાથી બેકબોનનાં હાડકાંઓને પણ તકલીફ પહોંચે છે. આ સ્ટ્રેસના કારણે જ તમને થોડા સમય પછી હાડકાંઓમાં દુખાવો થવા લાગે છે. જોબના સમયે જો ખુરશીથી ઉભા થઇને જો બે થી ત્રણ વાર હસ્તોતાન આસન કરવામાં આવે તો તમારા શરીરમાં બ્લડ ફ્લો એકદમ સારું થઈ જાય છે જેનાથી તમને કમરનો દુખાવો પણ નથી રહેતો. બ્લડ ફ્લો સારું થઈ જવાથી બેકબોન સ્ટ્રેચ થઈ જાય છે. આ આસન કરવાથી તમારા શરીરનો નીચેનો ભાગ વધારે ફ્લેક્સિબલ બની જાય છે.

હસ્તોતાન આસન ઓફ્સિમાં કરવાના ફાયદા: ઓફ્સિમાં સતત બેઠા રહેવાનું હોય છે જેના કારણે તમારા શરીરની અંદર બ્લડ સર્કુલેશન ઓછું થઇ જતું હોય છે. જો ઓફ્સિમાં હસ્તોતાન આસન કરવામાં આવે તો શરીરમાં બ્લડ સર્કુલેશન વધારે સારું થઇ જાય છે. આજકાલ ઓફ્સિમાં વધારે કામ કમ્પ્યુટરમાં જ થતું હોય છે જેથી તમારે એક જ જગ્યાએ બેસી રહેવું પડે છે. અને સાથે સાથે આંખોને પણ નુકસાન થાય છે. આ આસન કરવા માટે તમારે ઉભું થવું પડે છે જેથી થોડા સમય માટે આંખોને પણ આરામ મળી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *