સમાચાર

અરેરે! ખુબ જ ભયાનક અકસ્માત, ઉપલેટા નજીક પગપાળા દ્વારકા જતા હતા ત્યાં વચ્ચે જ પાછળ થી એક ધમધમતી કાર આવી અને ત્રણ મહિલાઓ પર ફરી વળી

વડોદરાના પાદરા ગામમાંથી 90 પુરૂષ અને કેટલીક મહિલાઓ પગપાળા દ્વારકા માનતા પૂરી કરવા માટે જતા હતા. ઉપલેટા નજીક મોજ નદીના પુલ પાસે પાછળથી આવતી કારના ચાલકે ત્રણ મહિલા પર કાર ચઢાવી દીધી હતી. ગુજરાતમાં માર્ગ અકસ્માત દરરોજ બનતા રહે છે આજકાલ અકસ્માત ના બનાવ બનવા એ કઈ નવાઈ ની વાત રહી નથી, દરરોજ એક ભંયકર અકસ્માત તો બને જ છે તેવામાં વધુ એક અકસ્માત ના બનાવા ની ઘટના સામે આવી રહી છે જાણો ક્યાં કેવી રીતે થયો આ અકસ્માત

રાજકોટ નજીક ઉપલેટા નજીક આજે ખુબ ભંયકર અકસ્માત સર્જાયો હતો. અહીં પગપાળા દ્વારકા જતા પદયાત્રીઓ ઉપર કાર ફળી વળતાં બે મહિલાઓઓના ઘટના સ્થળે જ પ્રાણ નીકળી ગયા હતા. એક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચીને સ્થિતિને કાબુમાં લીધી હતી. વડોદરા પાદરા ગામમાંથી 90 પુરૂષ અને કેટલીક મહિલાઓ પગપાળા દ્વારકા માનતા પૂરી કરવા માટે જતા હતા.

પોતાની માનતા પુરી કરવા જઈ રહ્યા હતા દ્વારકાધીશ ને મળવા પાદરા ગામ માંથી આ સંઘ પોતાની માનતા પૂર્ણ કરવા પગપાળા જઈ રહ્યા હતા પણ તેઓ ને ક્યાં ખબર હતી કે આ તેમનો છેલ્લો સફર બની જશે. કાર ચાલકે કાબુ ગુમાવતા પદયાત્રીઓને પાછળથી ટક્કર મારી હતી સંઘ ઉપલેટા-પોરબંદર હાઈવે પર મોજ નદીના કાંઠે પુલ પાસે આવેલા કારેશ્વર મહાદેવના મંદિર સામે પહોંચ્યો હતો. ત્યારે GJ-O1-RA-7100 નંબરની કારના ચાલકે અહીં રોડ પર કાબૂ ગુમાવ્યો હતો. કારચાલકે સંઘના લોકોને પાછળથી ટક્કર મારી હતી. જેમાં બે મહિલા પદયાત્રીઓનું મોત નિપજ્યુ હતું અને એકને ગંભીર ઇજા પહોંચી હતી.

ત્રણ મહિલા ઉપર કાર ફરીવળી ઉપલેટા નજીક મોજ નદીના પુલ પાસે પાછળથી આવતી કારના ચાલકે ત્રણ મહિલા પર કાર ચઢાવી દીધી હતી. આથી બે મહિલા કૈલાસબેન ચૌહાણ અને કૈલાસબેન ગોહિલના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા

બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત મૃતકોમાં કૈલાસબેન ગોવિંદભાઈ ચૌહાણ અને કૈલાસબેન ભગવાનસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. બંને ઘરકામ કરીને પરિવારનુ ગુજરાન ચલાવતા હતા. બનાવની જાણ થતાં ઉપલેટા પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદથી પોરબંદર જઈ રહેલા કાર ચાલકની પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાયો હતો.. આ ઘટના થી રાહદારીઓ માં અને વાહચાલકો માં ભય નું વાતાવરણ ઉભું થઈ ગયું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *