સમાચાર

કમોસમી વરસાદની મોટી આગાહી, સૌરાષ્ટ્ર અને બીજા વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે સાથે ધોધમાર વરસાદ

સમગ્ર રાજ્યમાં ગરમીમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે આગામી બે દિવસમાં તાપમાન 41 થી 42 ડિગ્રી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. અત્યારે રાજ્યમાં ખૂબ જ કાળઝાળ ગરમી પડે છે અને તેમાં જ અમુક જિલ્લામાં કમોસમી વરસાદનું વાતાવરણ જોવા મળ્યું છે કારણ કે રાજ્યના અમુક વિસ્તારોમાં મોસમ વગર નો વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

તેના જ કારણે ખેડૂતો ચિંતામાં પણ મુકાઈ ગયા છે આમ તો કમોસમી વરસાદ હોવા છતાં ગરમીમાં તો બિલકુલ રાહત મળી નથી અને ગરમી તો યથાવત જ લાગ્યા જ કરે છે. સમગ્ર જાણકારી મળ્યા બાદ ગઈ કાલે અમરેલી અને પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો અને તેના કારણે પાટણ જિલ્લામાં વધુ વરસાદની સાથે વાતાવરણ બદલાઇ ગયું હતું અને પાટણ જિલ્લામાં આવેલ ચાણસ્મા વાવાઝોડા જેવી અસર પણ સામે આવી હતી તથા માર્કેટયાર્ડમાં અનેક દુકાનો ના પતરા તથા શેડ પણ ઉડી ગયા હતા.

સમગ્ર રાજ્યમાં ખૂબ જ ગરમી પડી રહી છે અને તેમાં ઘટાડો થાય તેવી કોઈ જ માહિતી અથવા સંકેત દેખાઇ રહ્યા નથી માર્ચ એપ્રિલ અને મે મહિનામાં ખૂબ જ કાળઝાળ ગરમી પડી રહી છે અને અમદાવાદમાં તો આગામી પાંચ દિવસ વધુ ગરમી પડશે તેવી શક્યતા પણ જાહેર કરવામાં આવી છે અને હવામાન વિભાગે તેને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આમ તો ગુરુવારથી ત્રણ દિવસ ગરમીમાં થોડી રાહત મળશે તેવું જાણવા મળ્યું છે ગુરુ શુક્ર અને શનિવારે અમદાવાદમાં તાપમાન 41 થી 42 ડિગ્રીની અંદર રહેશે અને 7 મી મેથી ફરીથી તેને ઓરેન્જ એલર્ટ રહેશે.

આ કાળઝાળ ગરમીથી અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વધુ જોવા મળ્યો છે અને આ દુષિત પાણીના કારણે રોગચાળો વધુ ફેલાતો સામે આવ્યો છે એપ્રિલ મહિનામાં કમળા નામ કુલ 125, ટાઇફોઇડના કુલ 152 કેસ, ઝાડા-ઊલટીના 843 કેસ નોંધાયા છે અને બહેરામપુરામાં કોલેરાનો 1 કેસ બહાર આવ્યો છે. આ પીવાના પાણીની લાઈનની સાથે ડ્રેનેજનું પાણી મિક્ષ થઇ ગયું હોવાથી આ બધા કેસો વધી ગયેલા જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published.