ગુજરાતના આ વિસ્તારોમાં ખાબકી શકે છે વરસાદ, રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો. આગામી 2 દિવસ સુધી તાપમાન 41 થી 42 ડિગ્રી રહેવાની સંભાવના છે. રાજ્યમાં આ સમયે ગરમી પડી રહી છે. તે દરમિયાન કેટલાક જિલ્લાઓમાં બિન-મોસમી વરસાદ થયો છે. આનું કારણ એ છે કે રાજ્યના કેટલાક ભાગોમાં બિન-મોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને ખેડૂતો ચિંતિત છે. જો કે કમોસમી વરસાદ છતાં ગરમીમાંથી રાહત મળી નથી.કાળજાળ ગરમી ચાલુ જ છે.

ગઇકાલે અમરેલી અને પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. એટલું જ નહીં પાટણના ચાણસમામાં પણ વાવાઝોડા જેવી અસર જોવા મળી હતી. બજારની અનેક દુકાનોના પત્રા અને શેડ ઉડી ગયા હતા.

રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાંથી રાહત મળે તેવા કોઈ સંકેત દેખાતા નથી. માર્ચ અને એપ્રિલ પછી અને હવે મે મહિનામાં ખૂબ જ ગરમી પડી રહી છે. અમદાવાદમાં આગામી પાંચ દિવસ આકરી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જો કે, ગુરુવારથી ત્રણ દિવસ ગરમીમાંથી આંશિક રાહત મળશે. અમદાવાદમાં ગુરુવાર, શુક્રવાર અને શનિવારે તાપમાન 41 થી 42 ડિગ્રીની અંદર રહેશે. અમદાવાદમાં 7 મેથી ફરી ઓરેન્જ એલર્ટ રહેશે.

કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. દૂષિત પાણીના કારણે રોગચાળો વધુ ઉગ્ર બનતો જણાય છે. એપ્રિલમાં કમળાના 125, ટાઈફોઈડના 152 અને કમળાના 843 કેસ નોંધાયા હતા. તો બહેરામપુરામાં કોલેરાનો એક કિસ્સો સામે આવ્યો છે. પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળવાને કારણે આ કેસો વધી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.