સમાચાર

એકતરફી પ્રેમમાં પાગલ યુવકના કારણે મહિલાએ આત્મહત્યા કરી લેતા આખી ઘટના ચકચાર બની, વાંચીને તમારી પણ આંખ ભીની થઇ જશે

એક કહેવત છે કે પેહેલો સગો એ પાડોશી પરંતુ ખેડાના કપડવંજમાં પાડોશી જ બન્યો ૧૭ વર્ષીય યુવતીના મોતનું કારણ સત્તર વર્ષીય યુવતીએ ગત ૭ મેના રોજ સવારે ૧૦:૧૫ કલાક આજુ બાજુમાં તેના ઘરે પંખે દુપટ્ટો બાંધી અને ગળે ફાંસો ખાઈ લીધો હતો. જે તે સમયે આ બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસે એ.ડી નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી લીધી હતી. પરંતુ હવે માત્ર ૭ દિવસ બાદ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ ગઈ છે. જેમાં દીકરીની માતાએ પડોશીઓના ત્રાસથી દીકરીએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ મુક્યો છે.

આ ઘટના અંગે પડોશમાં રહેતા અને તેમના જ સમાજના ભરતભાઈ મકવાણા, તેમના પત્ની જયાબેન, દિકરો આકાશભાઇ અને હિમાશું વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી દીધી છે. વર્ષ-૨૦૨૧ ના વર્ષમાં ભરતભાઈનો દિકરો આકાશ દિકરી સામે ખરાબ નજરે જોઈ અને લગ્ન કરવા માટે હેરાન કરતો હતો. આ અંગે દિકરીએ તેની માતાને કહેતા માતા ઠપકો આપવા જતાં ઝઘડો થયો હતો. તે સમયે ભરતભાઈ અને તેમના પત્નીએ કહેલુ કે તમારી દીકરીને મારા દિકરા સાથે જ પરણાવવી પડશે.

બીજે ગમે ત્યા પરણાવશો તો અમે તેને ચેનથી જીવવા નય દઈએ, આ અંગે પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી. જો કે આ અંગે અંદરો અંદર સમાધાન પણ થઇ ગયુ હતું. તે સમયે આકાશે કહેલુ કે હવે પછી હું તને હેરાન નહી કરૂ. પરંતુ થોડા સમય પછી ફરીથી આકાશ, અને તેના માતા-પિતા અગાઉની જેમ હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. જેથી દીકરીને ચાંદખેડા માસીને ત્યાં મોકલી દીધી હતી. જે અંગે પણ ભરતભાઇ અને તેમના પત્નીએ પેલા યુવક સાથે ઝઘડો પણ કર્યો હતો.

એક તરફી પ્રેમમાં પાગલ યુવક અને તેના પરિવારજનોના માનસિક ત્રાસથી દીકરી એટલી બધી કંટાળી ગઈ હતી કે તેણે આખરે આ દુનિયાને અલવિદા કરવાનું નક્કી કરી લીધું. અને ૭ મેના રોજ સવારે માતા તેના ભાઈની સર્ટી લેવા માટે શાળાએ ગઈ તે સમયે ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરીને પોતાનું આયુષ્ય ટુકાવ્યું હતું. દીકરી આ બનાવ અંગે માતાએ કપડવંજ ટાઉન પોલીસ મથકે આકાશ ભરતભાઈ મકવાણા, ભરતભાઈ અંબાલાલ મકવાણા, જયાબેન ભરતભાઈ મકવાણા અને નિલેષભાઇ ઉર્ફે પપ્પુ ઉર્ફે ડાટો પોપટભાઇ રાઠોડ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી દીધી છે. જ્યારે કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published.