સમાચાર

આતો જબરું!! એક જ મંડપમાં યુવકે 2 મહિલા સાથે લગ્ન કર્યા, યુવક બન્ને સાથે લિવ-ઇન- રિલેશનશિપમાં રહેતો હતો

કપરાડા તાલુકા ની વાત કરીએ તો તેમાં આવેલા નાના પોંઢા ગામમાં નવમી તારીખે એક અનોખા લગ્ન થવાના છે અને તેની ચર્ચા ખૂબ જ જોરશોરથી ગામમાં ચાલી રહી છે તથા સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયેલ એક લગ્ન પત્રિકામાં કપરાડા નાનાપોઢા ગામમાં એક વરરાજા એક જ લગ્ન મંડપમાં બે યુવતીઓ સાથે લગ્નગ્રંથિથી જોડાશે અને આ વરરાજા એક સાથે બે યુવતીઓ સાથે લગ્ન કરવાનું હોવાથી સૌ કોઈને આ લગ્ન પ્રત્યે આશ્ચર્ય છે.

યુવક અને યુવતી લાંબો સમય એક સાથે સમય પસાર કરે છે પ્રકાશ ગાવિત જે નાનાપોંઢામાં છેલ્લા દસ વર્ષ કરતા વધુ સમયથી રહે છે અને ત્યાંની નયના અને નાની વહિયાળ ગામની કુસુમ સાથે તેનો પ્રેમ સંબંધ બંધાય છે અને ત્યારબાદ તે એક સાથે જ રહેતા હતા. અને તદુપરાંત નયના અને યુવક-યુવતીઓ લાંબો સમય સાથે પસાર કરે છે, તદુપરાંત નયના અને પુરુષો બંને છેલ્લા કેટલાક સમયથી પ્રકાશના ઘરે પત્નીની જેમ જ રહેતા હતા.

આદિવાસી સમાજમાં યુવક અને યુવતી ઘણા સમયે એક સાથે રહે છે અને જ્યારે તેમની આર્થિક સગવડ સારી થાય છે ત્યારે તેઓ એકબીજા સાથે લગ્ન કરે છે. આદિવાસી સમાજમાં યુવક અને યુવતી એકબીજા સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહ્યા બાદ બંને લગ્ન કરવાનો નિર્ણય કરે છે. કપરાડા નાનાપોઢા ગામ માં નવ તારીખે ખૂબ જ અનોખા લગ્ન થવાના છે અને તેમાં એક જ લગ્ન મંડપમાં વરરાજા બે દુલ્હન સાથે લગ્ન કરતો જોવા મળશે.

ઘણા સમયથી આ યુવક બે મહિલાઓ સાથે રિલેશનશિપમાં રહેતો હતો જે હવે લગ્ન કરવા જઈ રહ્યો છે. આવા જ એક લગ્ન બે વર્ષ પહેલા વાપીની કંપનીમાં કામ કરતા યુવાનના દહાણુ બોરડી ખાતે કયા હતા અને તેમાં એક જ લગ્ન મંડપમાં વરરાજા એ બે યુવતીઓ સાથે લગ્ન કર્યા હતા ત્યારે પણ સોશિયલ મીડિયા ઉપર આ લગ્ન ખુબજ વાયરલ થયા હતા ત્યારે ફરીથી નાના કુંડામાં એક જ લગ્ન મંડપમાં એક વરરાજા બે યુવતીઓ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.

કપરાડાના આદિવાસી સમાજમાં એક આગેવાન જણાવે છે કે અમારા આદિવાસી સમાજમાં લગ્ન પહેલા જ યુવક અને યુવતી એક સાથે રહેતા હોય છે ત્યારબાદ જ્યારે તેમને બાળક થઈ જાય પછી તેઓ લગ્ન ગ્રંથી માં જોડાતા હોય છે અને આ સમૂહ લગ્નમાં બાળકોના માતા-પિતા લગ્ન કરે છે. આમ આદિવાસી સમાજમાં એક અનોખા કિસ્સામાં સમૂહ લગ્નમાં બાળકો સાથે જ માતા-પિતા ફેરા ફરે છે અને આવા બીજા અનેક કિસ્સાઓ થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published.