સમાચાર

આજે થયો કપાસના ભાવમાં વધારો જાણો તમારા નજીકના જિલ્લા-તાલુકાના ભાવ

અત્યારે કપાસના ભાવમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. કપાસ ના ભાવ આજે 1900 થી લઇને ૨૧૦૦ સુધી પહોંચી ગયા છે. આજે ગુજરાતના ધારીમાં 2135 જે સૌથી ઊંચો ભાવ પહોંચી ગયો છે. જો કપાસની ઘટ એમનાંમ રહેશે તો હજુ પણ કપાસના ભાવ ખૂબ જ વધશે, જે ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે.

તો ચાલો જાણી લઈએ તમામ કપાસ ના માર્કેટ યાર્ડ ના બજાર જે ભાવ 20 કિલો દીઠ આપેલ છે. રાજકોટમાં 1151 થી 2041, અમરેલીમાં 1250 થી લઈને 2026, સ. કુંડલા માં 1300 થી 2000 સુધી, જસદણ માં 1350 થી 2025 વચ્ચે, બોટાદમાં 1140 થી 2030, મહુવામાં 700 થી લઈને 1985, ગોંડલમાં 1001 થી લઈને 2050 કાલાવડમાં ૧૧૦૦થી 2050 વચ્ચે.

જામજોધપુરના ૧૪૦૦થી 2025 ભાવનગરમાં એક હજારથી લઈને 2034 જામનગરમાં ૧૬૦૦થી 2005 વચ્ચે બાબરામાં 1600 થાય લઈને 2045 કપાસ ની માંગ થઇ રહી છે. જેતપુરમાં એક હજારથી લઈને 2031 વાંકાનેરમાં 1050 થી 2022 મોરબીમાં 1550 થી લઈને 2054 રાજુલામાં 1400 થી 2025 સુધી, ગઢડામાં 1421 થી લઈને 2051, ઠ્સા માં 1410 થી 2000, કરજણમાં 1640 થી લઈને 1760.

ધંધુકામાં 1435થી 2041 સુધી, પાલીતાણા 1350થી લઈને 1935, સાયલા ૧૧૦૦ થી 2030, હારીજ માં 1500 થી 2076, ધનસુરા 1550 થી 1955 વચ્ચે, ધોરાજીમાં 1566 થી 1971, વિછીયમાં 1500 થી 2020 સૂધી, ભેંસાણ માં 1350 થી લઈને 2050, ધારીમાં 1450 થી 2135 વચ્ચે કપાસ ની માંગ થઇ રહી છે.

તળાજા 1,200 થી લઈને 2100, બગસરામાં ૧૩૦૦થી 2080, ઉપલેટામાં ૧૨૦૦ થી લઈને 2000, માણાવદરમાં 1,691 થી 2100 સુધી, વિજાપુરમાં ૧૧૫૧ થી લઈને 2051, કુકરવાડામાં ૧૧૦૦થી 2014, ગોજારીયા ૧૧૦૦ થી લઈને 2013, હિંમતનગરમાં 1561 થી 2027 વચ્ચે, માણસા માં ૧૧૦૦ થી લઈને 2046, કડીમાં ૧૪૧૧ થી 2001 વચ્ચે, મોડાસામાં 1750 થી લઈને 1951, પાટણમાં 1450 થી લઈને 2043 માં કપાસ તોળાઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *