નાના વરાછા કલાકુંજ પાસે નદીના પુલ પરથી પડી ગયેલા કાપોદ્રા ના ધોરણ-12ના વિદ્યાર્થીને જ્યારે વાહન ચોરીના કેસમાં પોલીસ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો ત્યારે પિતાએ તેને ઠપકો આપ્યો હતો. અને એટલે જ તે 21મીએ ઘરની બહાર નીકળી ગયો હતો અને ઘરેથી નીકળેલા વિદ્યાર્થીની લાશ સોમવારે પુલ નજીકથી મળી આવી હતી.
અમરેલીના મોટેલીયા તાલુકાના શેઠવદર ગામના વતની અને કાપોદ્રામાં ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા હસમુખભાઈ પાનસુરીયા હીરાના કારખાનામાં કામ કરે છે. અને તેમનો 17 વર્ષનો પુત્ર જેનીશ તેના ઘર પાસે આવેલી શુભલક્ષ્મી વિદ્યાલયમાં 12મા ધોરણમાં કોમર્સમાં અભ્યાસ કરતો હતો. જેનીશ 21મીએ કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. નાનવરછા કલાકુંજ પાસેના નવા પુલ પર પહોંચીને તાપીમાં કૂદકો માર્યો હતો.
બાઇક સવારને જોઇને કોઇએ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. જેથી ફાયર બ્રિગેડે શોધખોળ કરી હતી પરંતુ જેનીશનો કોઈ પત્તો લાગ્યો ન હતો. બીજી તરફ જેનીશ ઘરે પરત ન ફરતાં તેના પરિવારજનોને ચિંતા થઇ હતી અને તેની શોધખોળ શરુ કરી હતી. પરંતુ તેનો કોઈ પત્તો ન લાગતા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અને તે દરમિયાન જેનીશનો મૃતદેહ સોમવારે સવારે તાપી પુલ નજીકથી મળી આવ્યો હતો.
કાપોદ્રા પોલીસે જણાવ્યું હતું કે, જેનીશ 21મીએ ગુમ થયો હતો. બરાબર 3 દિવસ પહેલા એક વાહન ચોરીના કેસમાં જેનીશને પોલીસે તેના પિતા સાથે પૂછપરછ માટે બોલાવ્યો હતો અને જેનીશે તેના પિતાને તેની ખરાબ સંગત હોવાનું જણાવ્યું હતું અને તેણે જેનીશને સમજાવ્યો હતો. ઘરે ગયા બાદ તેના પિતાએ તેને ઠપકો આપ્યો હતો. તેણે આ પગલું ભર્યું હોવાની અટકળો સામે આવી છે અને આ સાથે, ધોરણ-12ની પરીક્ષાના પરિણામને લઈને ચિંતામાં પગલાં લેવાની પણ શક્યતા છે.