બોલિવૂડ

કાર્તિક આર્યનની ફિલ્મ ‘સત્યનારાયણ કી કથા’ નામનો વિરોધ કર્યા પછી લીધો મોટો નિર્ણય…

ભોપાલમાં હિન્દુ સંગઠન સંસ્કૃતિ બચાવો મંચના વિરોધ બાદ નિર્માતાઓએ ‘સત્યનારાયણ કી કથા’ ફિલ્મનું નામ બદલવાનું નક્કી કર્યું છે. બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યને તાજેતરમાં જ ફિલ્મ નિર્માતા સાજીદ નડિયાદવાલાની આગામી ફિલ્મ ‘સત્યનારાયણ કી કથા’ ની ઘોષણા કરી હતી. નમઃ પિક્ચર્સના સહયોગથી સાજીદે તેની આગામી મ્યુઝિકલ લવ સ્ટોરી ‘સત્યનારાયણ કી કથા’ની ઘોષણા કરી હતી. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્દેશક સમીર વિદવન્સ આ ફિલ્મનું નિર્દેશન કરવા જઇ રહ્યા છે.

આ ફિલ્મની ઘોષણા બાદ હિન્દુ સંગઠને વિરોધ કર્યો હતો. ભોપાલમાં હિન્દુ સંગઠન સંસ્કૃતિ બચાવો મંચે ફિલ્મના શીર્ષકનો વિરોધ કરતાં ચેતવણી આપી છે કે, જો સાજિદ નડિયાદવાલા ભોપાલ અથવા મધ્યપ્રદેશ આવે છે, તો તેનો ચહેરો કાળો થઈ જશે અને ગધેડા ઉપર ફેરવવામાં આવશે. સતત વિરોધ બાદ નિર્માતાઓએ નિર્ણય લીધો છે કે ફિલ્મનું નામ બદલવામાં આવશે.

કાર્તિક આર્યને સોશિયલ મીડિયા પર ચાહકોને ફિલ્મનું નામ બદલવાની માહિતી આપી છે. દિગ્દર્શક સમીર વિદ્વાંસ સત્તાવાર નિવેદન શેર કરતાં તેમણે આ માહિતી આપી છે. દિગ્દર્શક સમીર વિદ્વાંસએ એક સત્તાવાર નિવેદન જારી કરતાં કહ્યું છે કે, ‘ફિલ્મનું શીર્ષક કંઈક એવું છે જે રચનાત્મક પ્રક્રિયા દ્વારા સજીવ ઉભરી આવે છે. ભાવનાઓને ઠેસ પહોંચાડવાથી બચવા માટે, અમે તાજેતરમાં જાહેર કરેલી ફિલ્મ ‘સત્યનારાયણ કી કથા’નું શીર્ષક સંપૂર્ણ અજાણતાં થયું હોવાથી તેને બદલવાનું નક્કી કર્યું છે.

ફિલ્મના નિર્માતાઓ અને સર્જનાત્મક ટીમ પણ આ નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપી રહી છે. અમે અમારી મુસાફરીના સમયગાળા દરમિયાન અમારી પ્રેમ કથા માટે એક નવું શીર્ષક જાહેર કરીશું. ‘સત્યનારાયણ કી કથા એક મહાકાવ્ય પ્રેમ કથા છે જેમાં પ્યાર કા પંચનામા ફ્રેન્ચાઇઝી, સોનુ કે ટીટુ કી સ્વીટી અને પતિ પત્ની ઓર વો પછી કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સાજિદ નડિયાદવાલા સાથે કાર્તિકની આ પહેલી ફિલ્મ છે.

આપણે કાર્તિક આર્યનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ તેણે રામ માધવાનીની ફિલ્મ ધમાકાનું શૂટિંગ માત્ર ૧૦ દિવસમાં પૂર્ણ કરી લીધું છે. જેના માટે અભિનેતાને ૧૦ દિવસના ૨૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ સિવાય તાજેતરમાં જ તે અનીસ બઝમીની ઓફિસ માં જોવા મળ્યો હતો, જેનું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ફિલ્મ ‘ભૂલા ભુલૈયા ૨’ નું શૂટિંગ ટૂંક સમયમાં ફરી શરૂ થવા જઈ રહ્યું છે, જે લોકડાઉનને કારણે બંધ થઈ ગયું હતું.

 

View this post on Instagram

 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

જો કે, હજી સુધી નવા શીર્ષક વિશેની વિગતો ગુપ્ત રાખવામાં આવી છે. આ ફિલ્મ કાર્તિક અને સાજીદ નડિયાદવાલા વચ્ચેના પ્રથમ સહયોગની નિશાની છે. આ વર્ષના અંત સુધીમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. હિન્દુવાદી સંગઠન સંસ્કૃતિ બચાવો મંચે શનિવારે ભોપાલના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં સાજિદ નડિયાદવાલા સામે ગુનાહિત કેસ નોંધવા માટે મેમોરેન્ડમ રજૂ કર્યું હતુ.

 

View this post on Instagram

 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

સંગઠનો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે નિર્માતાઓ ફરીથી હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરી રહ્યા છે. સંસ્કૃતિ બચાવો મંચના અધ્યક્ષ ચંદ્રશેખર તિવારીએ આરોપ લગાવ્યો કે ‘થોડા સમયથી ફિલ્મો દ્વારા હિન્દુ દેવી-દેવતાઓને અપમાનિત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને નવી ફિલ્મ સત્યનારાયણની વાર્તા પણ આ વાત ઉમેરવામાં આવી છે. આવી ફિલ્મો બનાવીને હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાના પ્રયત્નો સંસ્કૃતિ બચાવો મંચ સહન કરશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *