બોલિવૂડ

અભિનેત્રી કેટરિનાએ પોતાના શર્ટમાં બટનની જગ્યાએ જે લાગ્યું હતું એવું કે…

અભિનેત્રી કેટરીના કૈફે સોશિયલ મીડિયા પર ચાહકો માટે શાનદાર તસવીર પોસ્ટ કરી છે. આ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તે બ્લુ ફ્રન્ટ-ઓપન સ્વેટરમાં ખુબ જ ખૂબસુરત લાગી રહી છે. આ અભિનેત્રી ફિલ્મ ભૂત પોલીસનું શૂટિંગ કરી રહી છે જયારે તે સલમાન ખાનની સાથે ટાઇગર 3 માં પણ કામ કરવાની તૈયારીમાં છે. જોકે તે ફિલ્મ માં કેટરિના નો લૂક ખુબ જ ધમાકેદાર અંદાજ માં જોવા મળશે તેવી વાતો વાયરલ થઈ રહી છે.

બોલિવૂડમાં ઘણીવાર આપણને હિરોઇનો વચ્ચેની કેટફાઇટના કિસ્સા સાંભળવા મળે છે. હાલમાં ચર્ચા છે કે બોલિવૂડની હિરોઇનો આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ વચ્ચે સંબંધો વણસ્યા છે. તેમની વચ્ચેની મિત્રતા રણબીર કપૂરના કારણે તુટી ગઈ છે. આલિયાનો બોયફ્રેન્ડ ભુતકાળમાં કેટરિનાનો લિવ ઇન પાર્ટનર હતો અને આના કારણે એક સમયની ખાસ બહેનપણીઓ આલિયા અને કેટરિનાના સંબંધોમાં સમસ્યા ઉભી થઈ છે.

બોલિવૂડમાં હાલમાં આ વાતની ભારે ચર્ચા છે ત્યારે કેટરિના અને આલિયાની ખાસ અંગત મિત્રએ સાચી હકીકત જાહેર કરી છે. કેટરિના અને આલિયા બંને ફિટનેસ ટ્રેનર તેમજ એક્સપર્ટ યાસ્મિન કરાંચીવાલા પાસેથી ફિટનેસ ટ્રેઇનિંગ લે છે. આ કારણે યાસ્મિન સાથે કેટરિના અને આલિયા બંનેની ખાસ મિત્રતા છે. આલિયા અને કેટરિના વચ્ચે સારી મિત્રતા હતા પણ કેટરિનાના એક્સ બોયફ્રેન્ડ રણબીર સાથે આલિયાએ ડેટિંગ કરવાનું શરૂ કરતા તેમના સંબંધો થોડા વણસ્યા છે.

બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ અને કેટરિના કૈફ ના અફેયરની ચર્ચા પુરજોશમાં ચાલી રહી છે. આ બંને પોતાના ડેટિંગના સમાચાર છુપાવવા બહુ પ્રયાસ કરે છે પણ આમ છતાં અનેકવાર બંનેને એકબીજાની કંપની માણતા પકડી પાડવામાં આવ્યા છે. આ બંને વચ્ચે ચાલી રહેલા અફેયરનો ભાંડો હવે કેટરિનાના પાડોશીઓએ ફોડ્યો છે. કેટરિનાના એક પાડોશીએ આપેલી માહિતી પ્રમાણે વિક્કી અનેકવાર કેટરિનાના ઘરે આવતો જતો જોવા મળે છે પણ તે મીડિયાને ઉલ્લુ બનાવવા માટે માસ્ક કે પછી હુડીનો સહારો લેવાનું પસંદ કરે છે. જોકે આ વાત કેટલી સાચી છે એ આવનારો સમય જ જણાવશે. જે એક દમ સાચી વાત છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

વિક્કીની પોપ્યુલારીટી દિવસેને દિવસે વધતી જાય છે. થોડા મહિના કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં કેટરિના કૈફે જણાવ્યું હતું કે તે વિક્કી કૌશલ સાથે કામ કરવા માગે છે. વિક્કીને જ્યારે શો દરમિયાન આ વાતની ખબર પડી ત્યારે તે ખુશીથી સોફામાં આળોટવા લાગ્યો હતો. સ્ટાર સ્ક્રીન અવોર્ડ ફંક્શનમાં કેટરિના અને વિક્કી આમને-સામને આવી ગયા ત્યારે વિક્કી તેની સાથે મસ્તી કરતો જોવા મળ્યો. તેણે મજાકમાં જ કેટરિનાને લગ્ન માટે પ્રપોઝ પણ કરી દીધું હતું. વિક્કી આ પ્રપોઝ કર્યું ત્યારે સલમાન ખાન સામે જ બેઠો હતો. કેટરિનાએ ‘કોફી વિથ કરણ’માં કહ્યું હતું કે તેની જોડી વિકી કૌશલ સાથે ખૂબ જ સારી દેખાશે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

સલમાન ખાન અને કેટરિના કૈફ એક સમયે એકબીજાની ઘણી નજીક હતા પરંતુ પછીથી બન્નેના માર્ગ બદલાઇ ગયા હતા. કેટરિના રણબીર કપૂર સાથે છ વરસ સુધી લિવ ઇન રિલેશનશિપમાં રહી હતી પણ પછી કેટરિના અને રણબીર છૂટા પડી ગયા. હાલમાં કેટરિના અને સલમાન બહુ સારા મિત્રો છે પણ સલમાનના જીવનમાં પ્રેમિકાનું સ્થાન યુલિયાએ લઈ લીધું છે. આ સંજોગોમાં હવે કેટરિનાએ વિક્કી કૌશલ પર નજર ઠેરવી હોય એમ લાગે છે. જે એકદમ સત્ય વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *