સમાચાર

માર્કેટ યાર્ડમાં કેરીના બોક્સની આવક વધી, 10 કિલો કેરીનો આટલો ભાવ બોલ્યો…

કેસર કેરી જ્યાં ખૂબ પ્રખ્યાત છે તેવા તલાલા જિલ્લામાં આ વર્ષે કેરી ઓછી જોવા મળશે તેવી ધારણા છે. 26 તારીખ ના રોજ ના રોજ તાલાલામાં કેરીઓની હરાજી રાખવામાં આવી હતી. પહેલા દિવસે 3740 કેરીના બોક્સ વેચાયા હતા.10 કિલો કેરીના બોક્સ ની કિંમત 14500 રૂપિયા નક્કી કરી છે. લગભગ ૬૦,૦૦૦ જેટલા કેરીના બોક્સની કમાણી થઈ ચુકી છે.

રોજના ૫૦૦ થી ૬૦૦ જેટલા કેરીના બોક્સની આવક વધી રહી છે. 15 મેં ની વાત કરીએ તો તે દિવસે 6460 બોક્સ કેરીના આવ્યા હતા.10 કિલો ની પેટી 1300 માં વેચાઈ હતી. આ વર્ષે તાલાલાની કેસર કેરી વિદેશમાં નિકાસ થશે નહીં તેવું જાણવા મળ્યું છે. સૌપ્રથમ તાલાલાની કેસર કેરી આપણને બજારમાં આવી જતી જોવા મળે છે.

કેશોદ અને વંથલી પંથકમાં કેરીની લણની મોડી થાય અને કાપણી પણ મોડા થાય છે. ખેડૂતો પણ કેરીના સાવ સારા ભાવ મળે તેવી આશા રાખી રહ્યા છે. આ પ્રાંતની કેરીઓ બજારમાં ૧૦થી ૧૫ દિવસ બાદ જોવા મળશે. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે આ વખતે કેસર કેરીનો પાક ખૂબ જ ઓછો છે આથી બજારમાં કેસર કેરી ઓછી જોવા મળી રહી છે. અનુભવી ખેડૂતો, વેપારીઓ સહિતના અંદાજો આ વખતે ખોટા પડ્યા છે.

ગત વર્ષે તાલાલા જિલ્લામાંથી આશરે 142 ટન કેરીની યુએસ, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોર સહિતના દેશોમાં નિકાસ કરવામાં આવી હતી. જોકે, આ વર્ષે એવું બન્યું નથી. દર વર્ષે સરેરાશ 300 ટન કેરીની નિકાસ થાય છે. જાણવા મળ્યું છે કે આ વર્ષે કેરીને વિદેશ મોકલવા માટે ફ્લાઇટનો પણ પ્રશ્ન છે. સાથે સાથે ઉત્પાદન પણ ઘટી રહ્યું છે. સાથે જ હવામાનને કારણે નિકાસ કરી શકાય તેવી કેરી પણ ઓછી મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published.