આ વર્ષે કેરી જોવા મળે તોય સારું, કમોસમી વરસાદને કારણે ખેડૂતોને અઢળક નુકસાન, ખેડૂતોની સરકાર પાસે મદદની આશા

રાજ્યમાં હાલ કમોસમી વરસાદનો મોટો દોર ચાલી રહ્યો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ પણ આવ્યો છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો આવી ગયો છે. જેના કારણે કેરી સહિતના ખેતીના પાકને નુકસાની ભીતિ પણ સેવાઈ રહી છે. આથી ખેડૂતોના જીવ અત્યારે અદ્ધર થઈ ગયા છે.

મહત્વપૂર્ણ છે કે આ વર્ષે વલસાડ જિલ્લામાં આંબાવાડીઓમાં કેરીનો પાક માત્ર ૧૫ થી ૨૦ ટકા જેટલો જ બચ્યો હતો. પ્રતિકૂળ વાતાવરણને કારણે કેરીના ફ્લાવરિંગ બાદ અત્યાર સુધી થયેલા કમોસમી વરસાદ અને અવારનવાર છવાયેલા વાદળછાયા વાતાવરણને કારણે કેરીના પાકને મોટી અસર થઈ ગઈ હતી. આથી કેરીના ઉત્પાદનનું મોટું નુકસાન થઈ ગયું હતું. એવામાં છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટા કારણે છવાયેલા વાદળછાયા વાતાવરણથી કેરીના પાકને નુકસાનીની શક્યતા રહેલી છે.

આથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લાની વલસાડી આફૂસ સહિતની કેરીઓ ખૂબ જ સંવેદનશીલ હોય છે. વાતાવરણમાં થોડા જ ફેરફારની સીધી અસર આ કેરીના પાક અને ઉત્પાદન પર પડતી હોય છે. આથી આ વખતે વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટાને કારણે છવાયેલા વાદળછાયા વાતાવરણથી કેરીના પાકને નુકસાન થવાની સંભાવના રહેલી છે.

મહત્વપૂર્ણ છે કે છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે ખેડૂતોને કેરીના પાકમાં નુકસાન જઈ રહ્યું હતું. આ વખતે બે વર્ષનું નુકસાન ભરપાઈ થશે તેવી આશા ખેડૂતો રાખીને બેઠા હતા. આ વર્ષે સીઝનની શરૂઆતમાં જ આંબા ઉપર મોટા પ્રમાણમાં મોર બેસી ગયા હતા. આથી આ વખતે કેરીનો ભરપૂર પાક થશે તેવી ખેડૂતો આશા રહેલી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં વારંવાર આવેલા પલટા અને કમોસમી વરસાદના લીધે કેરીના પાકને ખૂબ જ વ્યાપક પ્રમાણમાં અસર થઈ ગઈ હતી.

પરિણામે આ વખતે વલસાડ જિલ્લામાં માત્ર ૧૫ થી ૨૦ ટકા જ કેરીનો પાક બચી ગયો હતો. એવામાં છેલ્લા બે દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ અને હજુ પણ વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી દીધી છે. આથી વલસાડ જિલ્લાના કેરી સહિતના પાકને નુકસાન થવાની શકયતાના કારણે ખેડૂતોના જીવ અદ્ધર છે.

Leave a Reply

Your email address will not be published.