આવી રીતે ખેતી કરીને કમાઈ છે લાખો રૂપિયા, 600 આંબા માંથી વર્ષે આટલા લાખની કમાણી કરે છે આ ખેડૂત Gujarat Trend Team, June 17, 2022 હળવદ તાલુકામાં શિવપુરામાં ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ખેડૂત અને તેમના પુત્ર ભેગા થઈને કેરીના પાક ની સફળ ખેતી કરી હતી. જેમાં તેઓએ રાસાયણીક ખેતી છોડીને કુદરતી ખેતી અપનાવી છે. હાલમાં ખેડૂતો ગ્લોબલ વોર્મિંગ અને અવારનાર વાતાવરણના પલટાથી ખૂબ જ પરેશાન છે. કેટલીકવાર ખેડૂતોને તેના લીધે ખૂબ જ હાલાકીનો પણ સામનો કરવો પડે છે પરંતુ તેની વચ્ચે શિવપુરા ગામના એક પિતા-પુત્રની જોડીએ કેરીના પાકની સફળતાપૂર્વક ખેતી કરીને 600 આંબામાં થી 20 લાખ રૂપિયા આવક ઉપજાવી છે. કેરીની સીઝન ચાલી રહી છે. તેઓએ રાસાયણિક પદ્ધતિ કરતાં કુદરતી પદ્ધતિ અપનાવીને કેરીનો મબલખ પાક ઉત્પન્ન કર્યો હતો. હળવદ તાલુકાના શિવપુરા ગામમાં રહેતા નરભેરામ ભાઈ ગામી અને તેમના દીકરાએ ભેગા થઈને કુદરતી ખેતીને પ્રાધાન્ય આપ્યું હતું.તેઓએ કેરીની ખેતીમાં ગાયના છાણ માંથી બનાવેલા ખાતરનો ઉપયોગ કર્યો હતો. છાણિયા ખાતરમાં થી પણ અન્ય દવાઓ બનાવીને તેમને કેરીનો પાક ઉગાડવામાં ખૂબ જ ફાયદો થયો હતો.પોતાના ખેતરમાં 600 જેટલા આંબાના છોડ વાવ્યા હતા. આગળ જતા તેમને ખૂબ જ ફાયદો થયો હતો. આ પિતા-પુત્રની જોડીએ આંબા નો પાક ઉગાડવા માટે સખત મહેનત કરી હતી. તેઓએ પાણીનો બચાવ થાય તે માટે ખેતરમાં ટપક સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો જેના કારણે વધારાનું નિંદામણ પણ થતું ન હતું. અને પાણી પણ પસીધું કેરીના આંબાને જ મળતું હતું. તેઓએ ઉપજ વધારવા માટે રાસાયણિક ખેતી ને બદલે કુદરતી ખેતી અપનાવી હતી અને છાણ માંથી બનાવેલ ખાતર વાપર્યું હતું. જેના કારણે કેરીના પાક ના ઉત્પાદન માં ખૂબ જ ફાયદો થયો હતો. હળવદ તાલુકાના શિવપુરના ખેડૂત વિપુલભાઈ ગામીએ જણાવ્યું હતું કે, “અમે સરકારી સબસિડી સાથે કેરીનું વાવેતર કર્યું હતું અને કુદરતી ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરીને કેરીનું ઉત્પાદન કર્યું હતું.” દરમિયાન અમને સરકાર તરફથી વિવિધ યોજનાઓ હેઠળ ટપક સિંચાઈ પદ્ધતિ, દેશી ગાયોની જાળવણી વગેરે માટે લાભો મળ્યા છે. આ સિવાય અમે બોક્સ પેકિંગ સહાય માટે પણ અરજી કરી છે. વિપુલભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આ કુદરતી ખેતી અને સરકારની વિવિધ યોજનાઓમાંથી અમને સારી એવી આવક મળી રહી છે. પિતા-પુત્રની જોડીએ કેરી ઉગાડવામાં સખત મહેનત કરી. ખેડૂત નરભેરામભાઈ ગામી કહે છે કે કુદરતી ખેતી કરવાથી ઘણો ફાયદો થાય છે. સંપૂર્ણ કૃમિ એટલે કે અળસીયા ખેતી અને કુદરતી ખેતી પદ્ધતિથી કેરી સારી રીતે પાકે છે. અન્ય કેરીઓની સરખામણીમાં આપણી કેરીના કદ અને મીઠાશમાં પણ તફાવત છે. ઓર્ગેનિક કેરી હોવાથી બજારમાં તેની ખાસ માંગ છે. એટલું જ નહીં, પ્રાકૃતિક ખેતીની મદદથી પ્રાથમિક ખર્ચ માત્ર 25% છે. તેમજ કેરીનો ભાવ અન્ય ખેડૂતો કરતા 200-200 રૂપિયા વધુ છે 600 કેરીમાંથી લગભગ 20 લાખની વાર્ષિક આવક આપણી સરકાર શ્રી પણ ખેડૂતોની આવકમાં વધારો થાય તે તે હેતુથી અનેક વિવિધ યોજનાઓ અને સહાય બહાર પાડે છે. જેનો લાભ લઇને ખેડૂતો વધુ આવક કમાઇ શકે છે. ખેડૂતો બાગાયતી ખેતી દ્વારા વધુ આવક મેળવી શકે છે. સરકાર દ્વારા આપવામાં આવતા રોપાને ખરીદીને તેમાંથી પણ તૈયાર કરે છે અને બજાર સુધી પહોંચાડવામાં સરકાર અલગ અલગ પ્રકારની સહાય અને યોજના આપે છે. જેના કારણે ખેડૂતો સમૃદ્ધ બન્યા છે. સરકારની આત્મા સંસ્થા સાથે સીધા સંકળાયેલા વિપુલભાઈ સુભાષ પાલેકરજી કુદરતી ખેતીના સમર્થક છે. એક ખેડૂત મિત્ર તરીકે તેઓ નજીકના ખેડૂતોને કુદરતી ખેતી કેવી રીતે કરવી તે શીખવે છે અન્ય તાલીમ પણ આપે છે. સમાચાર