સમાચાર

સારા સમાચાર! કેસર કેરીના ભાવમાં થયો મોટો કડાકો, માર્કેટયાર્ડમાં આટલાનો ભાવ બોલ્યો

કેસર કેરીના ચાહકો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા અઠવાડિયાથી વારંવાર વાતાવરણ બદલાયા કરે છે અને તેના જ કારણે ગીર ની પ્રખ્યાત કેસર કેરીના ભાવ વધી જતાં જ તેમાં કડાકો બોલાયો છે. ગીરના તાલાલામાં ખૂબ જ મોટા પ્રમાણમાં કેસર કેરીનું ઉત્પાદન થતું જોવા મળે છે અને અહીંની કેસર કેરી સમગ્ર દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે આમાં છેલ્લા બે કે ચાર વર્ષથી ગીરની કેસર ની કેરી ને ગ્રહણ લાગી ગયું હતું અને તે ખૂબ જ મોંઘી બની હતી.

તેના જ કારણે મધ્યમ વર્ગના લોકો કેસર કેરીનો સ્વાદ બિલકુલ માણી શક્યા ન હતા. ગઈ વખતે આવેલા તાઉતે વાવાઝોડામાં અને અત્યારે વાવાઝોડામાં ફેરફાર થવાના કારણે કેરીના ભાવ વધી ગયા હતા આમ કેસર કેરીથી 250 થી 500 રૂપિયામાં બોક્સ મળતું હતું હવે એ જ કેસર કેરીનો ભાવ 1200 રૂપિયાથી 1500 રૂપિયા થઈ ગયા છે. અને તેના જ કારણે ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને ખુબ જ તકલીફ પડી હતી અને તેમના માટે કેસર કેરી કડવી બની હતી.

જ્યાં કેસર કેરીનું ઘણી મોટી માત્રામાં ઉત્પાદન થાય છે તેવા તાલાલા માર્કેટ યાર્ડમાં કેરીની આવક ખૂબ જ ઓછી હતી અને ત્રણ થી પાંચ હજાર કેરીના બોક્સની આવક થતી જોવા મળી હતી અને અત્યારે 15 થી 20 હજાર કેસર કેરીના બોક્સ તલાલા માર્કેટયાર્ડમાં કરી રહ્યા છે આમ આ સિઝનમાં ચાર લાખ કરતાં પણ વધુ કેસર કેરીના ની આવક થતી જોવા મળી હતી અને તેમાં પણ તાલાલા માં માત્ર બે લાખ જેટલા બોક્સની વાત થઇ છે.

જ્યારે બીજા બધા કેસર કેરીના બોક્સ માળીયા વેરાવળ-કોડીનાર માંગરોળના અલગ-અલગ ભાગમાં થી આવતા જોવા મળ્યા છે અને આમ કેસર કેરીના ભાવમાં ખૂબ જ ઘટાડો થતો જોવા મળ્યો છે 400 રૂપિયા થી લઈને સારામાં સારી કેસર કેરીનો ભાવ 700 થી 800 રૂપિયા માં આખું બોક્સ મળી રહ્યું છે અત્યારે સીઝન પણ 15 જૂન સુધી જ ચાલી શકે તેવી સંભાવના દર્શાવી છે.

અને ખેડૂતોને જણાવ્યા અનુસાર શરૂઆતમાં કેસર કેરીના ભાવ ભલે સારા હતા પરંતુ તેનું ઉત્પાદન ખૂબ જ ઓછું જોવા મળ્યું હતું. અને તેના જ કારણે ખેડૂતોને ઘણી મોટી નુકશાની ઉઠાવી પડી હતી. દર વખતે કેસર કેરીની 400 બોક્સ થતા હતા ત્યાં જ 70 થો 80 બોક્સ કેરીનું ઊત્પાદન જોવા મળ્યું છે. કેરીના બગીચામાં અલગ-અલગ પ્રકારના ત્રણ રીતે ફ્લાવરિંગ થતું હોય છે અને તેમાં તેની સાઈઝમાં ખુબ મોટો તફાવત પણ જોવા મળે છે.

શરૂઆતના ફૂલમાં કેરીની સાઈઝ મોટી રહેતી, જ્યારે પછીના ફૂલમાં નાની સાઈઝની કેરી પણ હાલમાં ઉપલબ્ધ નથી. અમદાવાદના માર્કેટમાં પણ હવે ક્યારેય સસ્તી થઈ ગઈ છે અને આ સાંભળીને તમને થોડી નવાઇ લાગશે કારણ કે તાલાલા ગીરની કેરી અમદાવાદમાં સસ્તા ભાવમાં વેચાઈ રહી છે.જે કેરી 21 એપ્રિલ ની આસપાસ 1500 રૂપિયામાં વેચાઈ રહી હતી તે કેરીની પેટી હવે માત્ર એક હજાર રૂપિયામાં મળે છે.

અમદાવાદના વિવિધ વિસ્તારો જેમ કે વસ્ત્રાપુર અને પ્રહલાદ નગર રોડ ખાતે ખેડૂતો કેરી નું ડાયરેક્ટ જ વેચાણ કરતા જોવા મળે છે અને તેમાં પણ કેરીના ઘણા સારા ભાવ મળે તેની માટે મોટી મોટી સંખ્યામાં ખેડૂતો અહીં કેરીનું વેચાણ કરવા માટે આવે છે આમ છેલ્લા એક મહિનાથી કેરીનો વેચાણ કરી રહ્યા છે અને તેની માટે અલગ અલગ જગ્યાએ સ્ટોલ ઉભા કરી દેવામાં આવ્યા છે. આમ ગ્રાહકો અલગ અલગ જગ્યાએ તપાસ કરીને કેરીની ખરીદી શકે છે.

Leave a Reply

Your email address will not be published.