બોલિવૂડ

KGF ચેપ્ટર 2 માં રવીના પહેલા 4 અભિનેત્રીઓને રિજેક્ટ કરવામાં આવી હતી. એકે વધુ ફી માંગી હતી.

વર્ષ 2018માં આવેલી KGF ફિલ્મે બધાને ફિલ્મ ના દિવાના બનાવી દીધા છે. સાઉથના સૌથી ફેમસ એક્ટર યશની એક્ટિંગને કારણે આ ફિલ્મ એટલી હિટ રહી હતી કે ફેન્સ તેના પાર્ટ 2ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. KGF ચેપ્ટર 2 ટૂંક સમયમાં વર્ષ 2022 માં રિલીઝ થવા જઈ રહ્યું છે. આમાં યશ અને શ્રી નિધિની સાથે બોલિવૂડની સુંદર અભિનેત્રી રવિના ટંડન પણ જોવા મળશે. રવિના આ ફિલ્મમાં નેગેટિવ પાત્ર ભજવવા જઈ રહી છે. જેના કારણે આ ફિલ્મ વધુ રોમાંચક બની ગઈ છે.

પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મ માટે રવિના પહેલી પસંદ નહોતી. આ પહેલા પણ ફિલ્મમાં કામ કરવા માટે ઘણી અભિનેત્રીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તે અભિનેત્રીઓએ આ ઓફર ઠુકરાવી દીધી હતી. ત્યારબાદ રવિના ટંડનને આ ઓફર મળી. આજે અમે તમને તે 4 અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમના હાથમાંથી KGF ચાલ્યું ગયું છે. જે આજે અવશ્ય પસ્તાવો કરતા હશે. તેમ કહી શકીએ.

માધુરી દીક્ષિત રમિકાના રોલ માટે સૌપ્રથમ માધુરી દીક્ષિતનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ પરિવાર સાથે બીજી હોવાને કારણે તેણે ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. માધુરી દીક્ષિતે વર્ષ 1984માં રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ અબોધથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ આ ફિલ્મ કંઈ ખાસ કમાલ ન કરી શકી હતી. માધુરીને તેની શરૂઆતની કારકિર્દીમાં ઘણી નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હિન્દી સિનેમામાં તેને ઓળખ ફિલ્મ તેઝાબથી મળી હતી. આ ફિલ્મમાં તેમના શ્રેષ્ઠ અભિનય માટે તેમને ફિલ્મફેર એવોર્ડનું પ્રથમ નામાંકન પણ મળ્યું હતું. જે ખુબ જ મોટી વાત છે.

શિલ્પા શેટ્ટી બોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પણ KGF 2 માં રમિકા સેનની ભૂમિકા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેણે પણ કેટલાક અન્ય પ્રોજેક્ટમાં વ્યસ્ત હોવાને કારણે ઇનકાર કર્યો હતો. આ કારણે સાઉથની સૌથી મોટી ફિલ્મમાં કામ કરવાની તક પણ તેના હાથમાંથી જતી રહી.

રામ્યા કૃષ્ણન બાહુબલીમાં પ્રભાસની માતાની ભૂમિકા ભજવનાર, તેના મજબૂત અભિનય માટે જાણીતી રમ્યા ક્રિષ્નને પણ KGF 2 ની ઓફર ઠુકરાવી દીધી હતી. રામ્યાનું કહેવું છે કે તેને આ ફિલ્મમાં તેનો રોલ બહુ ગમ્યો ન હતો અને તેથી જ તેણે રમિકા સેનનો રોલ કરવાનો ઇનકાર કર્યો હતો.

કાજોલ આ લિસ્ટમાં સૌથી છેલ્લા નંબર પર કાજોલ આવે છે. જેણે બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. કાજોલ પણ રમિકા સેનની ભૂમિકા ભજવવા માટે સંમત થઈ ગઈ હતી. પરંતુ તેણે તેના પાત્ર માટે ઊંચી ફી માંગી હતી. જે ફિલ્મના નિર્માતાઓ ચૂકવી શક્યા ન હતા અને તેણે ફિલ્મ નકારી કાઢી હતી પરંતુ નિર્માતાઓએ પણ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો નહોતો અને આ અંતે રવિના ટંડનને ફિલ્મ ઓફર કરવામાં આવી હતી. રવિના ટંડન કોઈપણ શરત વિના ફિલ્મમાં કામ કરવા માટે રાજી થઈ ગઈ હતી અને તેણે ફિલ્મનું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું છે. સંજય દત્ત કેજીએફ ચેપ્ટર 2માં રવીના સાથે અધીરાના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2022ની સૌથી મોટી ફિલ્મ સાબિત થવા જઈ રહી છે. તેમ કહેવું ખોટુ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *