ખાદ્યતેલ પદાર્થોના ભાવમાં આવ્યો ચોકાવનારો ઘટાડો, જાણીને તમે પણ ખુશ થઈ જશો, છેલ્લા સાત મહિનામાં તેલના ભાવ ₹1,000 ઘટ્યા…

મહિનાની શરૂઆત થાય એટલે રાશનના ભાવમાં આમતો પર વધારો ઘટાડો જોવા મળતો હોય છે જેમાં ખાસ કરીને ખાદ્ય તેલ પદાર્થ સહિત પેટ્રોલ ડીઝલ સીએનજીના ભાવમાં વધઘટ જોવા મળતી હોય છે અને આમાં કેટલાક ફેરફારો પણ થતા હોય છે જેના કારણે ગૃહિણીઓના બજેટમાં આની ખાસ્સી અસર જોવા મળતી હોય છે આ મોંઘવારી વચ્ચે ખાદ્યતેલના પદાર્થોના ભાવમાં પણ સતત છેલ્લા કેટલાક મહિનાઓથી ઉતાર ચઢાવો આવ્યો છે.

ખાતે તેના પદાર્થમાં ભાવ વધારો થતા ફરસાણના વ્યાપારીઓ પણ જોરદાર ભાવ વધારો કર્યો છે જોકે હવે ખાદ્યતેલા પદાર્થમાં ભાવ ઘટાડો પણ જોવા મળી રહ્યો છે છતાં પણ ફરસાણ વેપારીઓએ ભાવમાં કોઈપણ જાતનો ઘટાડો કર્યો નથી છેલ્લા સાત મહિનાથી તમને જણાવી દઈએ તો સિંગતેલ કપાસિયા તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે પરંતુ પામોલીન તેલના ભાવમાં ચોકાવનારો ઘટાડો જોવા મળ્યો છે.

ફરસાણ વેપારીઓ કે બજારમાં તળાતા ખાદ્ય પદાર્થો પામોલીન તેલનો ઉપયોગ કરતા હોય છે ત્યારે પામોલીન તેલના ભાવમાં છેલ્લા સાત મહિનામાં 1000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે છતાં પણ વેપારીઓ કપાસિયા તેલ અને સીંગતેલના ભાવમાં વધારો થતા જ પોતાના ખાદ્ય પદાર્થ કે ફૂડ આઈટમ ના ભાવ વધારી દેતા હોય છે, હા બરોબર તમે વાંચ્યું છે છેલ્લા સાત મહિનામાં 1000 રૂપિયાનો ઘટાડો પામોલીન તેલમાં જોવા મળ્યો છે.

દોસ્તો તમને જણાવી દે તો છેલ્લા ત્રણ મહિનાથી પામોલીન તેલના ભાવમાં ચોંકાવનારો ભાવ ઘટાડો જોવા મળ્યો છે સાતમ આઠમ પછી તહેવારોની દિવાળી સુધી લાઈન લાગેલી છે છતાં પણ પામોલીન તેલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે સીંગતેલ કપાસિયા તેલના અન્ય તેલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો તો આપણે છેલ્લા સાત મહિનામાં થયેલા ફેરફાર વિશે વાત કરીએ તો સૌથી પહેલા પામોલીન તેલ જે 7 મહિના પહેલા 2400 રૂપિયાના ભાવે મળતું હતું તે આજે તેનો ભાવ 1410 રૂપિયા જોવા મળી રહ્યો છે.

લોકલ કપાસિયા તેલના ભાવ 7 મહિના પહેલા 2450 રૂપિયા હતા જેનો અત્યારે 2060 રૂપિયા થયો છે, તિરુપતિ કપાસિયા તેલ 2530 રૂપિયા હતું તે હવે 2290 રૂપિયા એ જોવા મળ્યું છે સનફ્લાવર તેલ 2400 રૂપિયાથી લઈને 2550 રૂપિયા સુધીના ભાવ જોવા મળતો હતો જે આજે 2250 થી લઈને 2280 રૂપિયા સુધીનો ભાવ નોંધાવી રહ્યો છે જ્યારે સૌથી મોટો ચોકાવનારો ભાવ વધારો તો સીંગતેલમાં જોવા મળ્યો છે ત્યાં સાત મહિના પહેલા 2600રૂપિયા ભાવ હતો જે આજે 2850 સુધી જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *