ખેડામાં પહેલા કિશોરીને ભગાડી બાદમાં બે વખત ગર્ભવતી બનાવનાર શખ્સને કોર્ટે સજા સંભળાવી
ખેડાના નાયકામાં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના શખ્સે એક ૧૩ વર્ષીય કિશોરીને પ્રેમમાં ફસાવી અને ભગાડી ગયો ત્યારબાદ તેને બે બે વખત ગર્ભવતી કરી દીધી હતી. આ ઘટના અંગે ખેડા ટાઉન પોલીસમા ફરિયાદ નોંધાતા પોલીસે તેનો ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આ કેસમાં નડિયાદ કોર્ટે આરોપીને આરોપી ઠેરાવી અને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી દીધી છે. અને સાથે સાથે દંડ પણ ફટકારી દીધો છે.
મુળ ઉત્તરપ્રદેશનો વતની અને અત્યારે ખેડા તાલુકાના નાયકા ગામમાં રહેતા શખ્સે ગત ૮ એપ્રિલ ૨૦૧૭ના રોજ એક ૧૩ વર્ષીય કિશોરીને પ્રેમમાં ફસાવી અને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડીને લઇ ગયો હતો. ત્યારબાદ આ યુવકે તેણી સાથે શારીરિક અત્યાચાર પણ ગુજાર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનારના કિશોરીના માતા પિતાએ ખેડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી બાજુ આ યુવક તેમજ કિશોરી બંને વર્ષ ૨૦૧૯મા પોલીસના હાથે પકડાઈ ગયા હતા. આ વખતે કિશોરી એક બાળકની માતા તેમજ બીજી વખત પણ ગર્ભવતી બની ચુકી હતી. પોલીસે તપાસ કર્યા બાદ કીશોરીને ભગાડી જનાર યુવક વિરુદ્ધ ચાર્જશીટ નડિયાદ કોર્ટમાં મૂકી દીધી હતી. શુક્રવારના રોજ આ કેસ નડીઆદના એડી.સેસન્સ ન્યાયાધીશ ડી.આર.ભટ્ટ ની અદાલતમાં સુનાવણી માટે આવતાં સરકારી વકીલ મૃગાબેન વી.દવે તથા વીથ પ્રોસીકયુસન મનીષાબેન પ. રોહીતે કેસની ધારદાર દલીલ કરી હતી.
સમાજમા આવા ખુબ જ ગંભીર પ્રકારના ગુનાઓ પર બ્રેક લાગે તે હેતુસર કડક સજા આપવા તેમણે કોર્ટેને જણાવ્યું હતું. વધુમા ભોગ બનના૨ કિશોરી ૧૩ વર્ષની જ હતી તે સમયે લઈ જઈ પકડી રાખેલ હતી ત્યારબાદ ક્રી.પ્રો.કોડની કલમ ૯૭મુજબ સર્ચ વોરંટની અરજી કરતા જે આધારે પોલીસે આરોપીને પકડી અટકાયત કરતા તે વખતે ભોગ બનાન૨ કિશોરી દોઢ વર્ષનું બાળક પણ હતું અને બીજીવા૨નો ગર્ભ રહેતા તે પણ ૮ માસનો ગર્ભ થઇ ગયો હતો.
આમ તેણીને બે વારનો ગર્ભ પણ રહેલ છે આમ આવી નાની કુમળી વયની દીકરીઓના કેસમાં સમાજમાં આવો દાખલો બેસે અને આવા પ્રકારના ગુનાઓ થતા અટકે તે માટે આવા આરોપીને સખત સજા થવી જોઈએ તેમ કોર્ટ સમક્ષ તેમણે જણાવ્યું હતું. સરકારી વકીલે આ કેસમાં કુલ ૧૬ સાહેદોની મૌખિક જુબાનીઓ અને કુલ ૨૧ જેટલા દસ્તાવેજી પુરાવા ૨જુ કર્યા હતા. આ તમામ બાબતોને નજરમાં રાખી અને કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સજા અને દંડ ફટકારી દીધો છે. અને આ ઉપરાંત બાળકના ભવિષ્ય માટે ૩ લાખ રૂપિયા ડીપોઝીટનો હુકમ પણ કર્યો છે.