ખેડા જિલ્લામાં આ બનેલ ઘટનાથી વાલીઓ માં ફફડાટ પેસી ગયો છે કે તેમના બાળકો ને હવે એકલા રાખવા કે નહિ. જાણીએ શું હતો સમગ્ર મામલો. કેમ એક ભાઈએ બીજા ભાઈની હત્યા કરી એક સમય એવો હતો કે જ્યારે માતા-પિતા ઘરની બહાર હોય ત્યારે મોટા ભાઈ નાના ભાઈ-બહેનની રક્ષા કરતા હતા.
પરંતુ અહીં એક નાના ભાઈએ મોબાઈલની વચ્ચે નાના ભાઈ પર પથ્થર ફેંક્યો હતો અને તે બેહોશ થઈ ગયો હતો બાદમાં તેના હાથ-પગ બાંધીને ભાઈ એ તેને કુવામાં ફેંકી દીધો હતો આ મોબાઈલના જમાનામાં નવી પેઢી લાગણીહીન બની રહી છે. મોબાઈલમાં ખોવાયેલા બાળકોના માતા-પિતા માટે વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખેડામાં મોબાઈલ ગેમ રમવામાં ભાઈએ ભાઈની હત્યા કરી નાખી છે. આટલું જ નહીં સગીર ભાઈએ 11 વર્ષના બાળકની હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધી હતી.
ઘટના ખેડા જિલ્લાના ગોબલેજ ગામની છે. એક પરિવારે તેમના 11 વર્ષના પુત્રના ગુમ થવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બાળક બે દિવસથી ગુમ હતો તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. ગુમ બાળકની શોધખોળ કરતાં મૃતક બાળકના પરિજનોએ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બે દિવસની સઘન શોધખોળ બાદ પોલીસને કુવામાંથી સગીરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી પોલીસે કિશોરની હત્યાના કેસમાં વધુ તપાસ શરૂ કરી હતી. મોટાભાઈએ નાના ભાઈને પથ્થર મારીને માર માર્યો હતો.
તપાસમાં સામે આવ્યું છે કે મોબાઈલમાં ગેમ રમવાના ને રમવામાં 17 વર્ષના મોટા ભાઈએ 11 વર્ષના નાના ભાઈની હત્યા કરી નાખી. નાના ભાઈએ નાના ભાઈને માથામાં પથ્થર વડે માર્યો હતો. ત્યારબાદ બેભાન અવસ્થામાં હાથ-પગ બાંધીને ઘર પાસેના કૂવામાં ફેંકી દીધો હતો.
ખેડા ટાઉન પોલીસે સગીર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, મા-બાપ બાળકને ગેમ રમવા માટે મોબાઈલ આપે છે ત્યારે સાવધાનીનો રાખવાનો કિસ્સો છે. નોકરી કરતા માતા-પિતા તેમના બાળકો પર વિશેષ ધ્યાન આપી શકતા નથી, જેના કારણે બાળકો જેઓ એકલા પડી જાય છે તેઓ હઠીલા અને આક્રમક બને છે. તેમાં પણ મોબાઈલના કારણે નવી પેઢીનું બાળપણ છીનવાઈ રહ્યું છે.