સમાચાર

ખેડૂતો માટે આવ્યા માઠા સમાચાર, આ દિવસે વરસાદની આગાહી આ વિસ્તારમાં ખતરો

આજકાલ ઠંડી નો પારો પણ વધુ જોવા મળી રહ્યો છે લોકો ઠંડી થી બચવાં તાપણું, મોજા અને સ્વેટર નો સહારો લેતા જોવા મળી રહ્યા છે.. બરોબર શિયાળ ની જાણે શરૂવાત થઈ ચુકી છે, વસાણા અને અવનવા પાકો ખાવાની પણ મજા આવી રહી છે ત્યાં એની વચ્ચે અંબાલાલ પટેલ એ માવઠા ની આગાહી કરી છે, જાણો કેટલી સાચી પડે છે આ આગાહી

વેસ્ટર્નડિસ્ટર્બન્સની આંશિક અસર મળશે જોવા આજે ત્રણ દિવસના કોલ્ડવેવ બાદ આજે ઠંડીમાં આંશિક રાહત જોવા મળી રહી છે. પરંતુ હવામાન વિભાગા એક્સપર્ટસ દ્વારા ગુજરાતના વાતાવરણમાં વિપરિત અસર જોવા મળવાની છે. ૨૪ ડિસેમ્બર થી ૨૬મી તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. સમગ્ર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આંશિક અસર જોવા મળશે તેવુ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું.

કઈ કઈ તારીખો માં પડી શકે છે વરસાદ હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ૨૨ ડિસેમ્બરથી ૩૦ ડિસેમ્બર સુધી દેશના અનેક ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે. જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે.

ગુજરાત માં ઘણાં ભાગો માં રહેશે વાદાળછાયું વાતાવરણ ગુજરાતના અનેક ભાગોમા કમોસમી વરસાદ જોવા મળવાનો છે. અરબ મહાસાગરની ખાડીમાં હવાનુ હળવુ દબાણ ઉભુ થશે. જેની અસર ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતના અનેક ભાગોમા વાદળછાયુ વાતાવરણ રહેશે. ખાસ કરીને પૂર્વ, ઉત્તર, મધ્ય, કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણના શહેરોમાં માવઠુ થવાની શક્યતા છે. તો ૨૩ ડિસેમ્બરે પણ માવઠુ થશે.

માવઠા ને કારણે ઠંડી વધી શકે છે આ માવઠાને કારણે વાતાવરણમાં ઠંડીનુ પ્રમાણ વધશે. સાથે જ ગુજરાતના તાત માટે આ સૌથી ચિંતાજનક સમાચાર છે. માવઠાથી ખેતરોમાં ઉભા રવિ પાકને ભારે નુકસાની થઈ શકે છે. ખેડૂતોને ફરી નુકસાની સહન કરવાનો વારો આવી શકે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *