સમાચાર

આવનારાં 3 દિવસ ગુજરાત માટે ભારે માવઠા, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદ

અમદાવાદ અને ગૂજરાતમાં મોટા ભાગના શહેરોમાં બુધવારે વરસાદ અને ઠંડી નો અનુભવ કરવામાં આવ્યો હતો, અને તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારાં બે દિવસો સુધી હજી વરસાદની આગાહી સાથે ખુબ જ વધારે પ્રમાણમાં ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

આમ બુધવાર પડેલા કમોસમી વરસાદ બાદ અમદાવાદનું લધુત્તમ તાપમાન 14.3 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. અને ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 14.2 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જે ખુબ જ નીચે પહોચી ગયું હતું. તેમ કહેવું ખોટુ નથી. ગુજરાત રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી હતી. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ અમદાવાદમાં મંગળવારે મોડી રાતથી જ વરસાદ પડે તેવું વાતવરણ જોવા મળ્યું હતું.

વાદળછાયા વાતાવરણ ની સાથે સાથે બુધવારે વરસાદ પણ પાડવા લાગ્યો હતો. જે પ્રમાણે આપણે કહી શકીએ કે આગાહી સાચી પડી રહી છે. અને તમને જણાવી દઈએ કે ગુરુવારે સવારે પણ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં થોડા છાટા સાથે વરસાદ જોવા મળ્યો હતો. આવનારાં ત્રણ દિવસ ગૂજરાત માં વરસાદ પડી શકે છે. બુધવારે સવારથી જ આકાશ ના વાદળો માં ફેરફાર જોવા મળ્યો હતો.

અને જરા પણ તડકો જોવા મળયો નહોતો અને તે જ કારણે અમદાવાદ અને અનેક શહેરો માં ઠડું વાતવરણ જોવા મળ્યું હતું. બીજી તરફ વરસાદી વાતવરણ માં ભેજના કારણે ઠંડી હવા પણ લોકોને દ્રૂજવી દે તેવી હતી. બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા દિવસોમાં વરસાદી માહોલ તેમ જ રહેતા અને તડકો ન નીકળતા રાજ્યમાં ઠંડી વધવાની શક્યતા પણ કરવામા આવી રહી છે. તમને જણાવી દઈએ કે અમદાવાદ સહિત ગુજરાત રાજ્યમાં હજુ સુધી આ કાળા વરસાદી વાતવરણ આવનારાં 3 દિવસ સુધી જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *