ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર સાથે સાથે આ તારીખથી ભુક્કા કાઢવા આવી રહ્યો છે વરસાદ સતત…

ગઈકાલે રાજ્યમાં નોંધાયેલા વરસાદની વાત કરીએ તો ગઈકાલે 22 જિલ્લાના 71 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 3.11 ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં જૂન મહિનામાં અત્યાર સુધીમાં સરેરાશ 0.76 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 52 તાલુકામાં હજુ પણ કોરા ધાકોર છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 17 જૂનથી 30 જૂન સુધી ગુજરાતના ઘણા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થશે તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે. તારીખ 17 18 અને 19 તારીખે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હાલમાં ચોમાસુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોર જમાવવા વ્લાગ્યું છે. હાલ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 17 થી 23 જૂન સુધી વરસાદની ગતિવિધિમાં ઘટાડો થશે . એટલે કે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વરસાદ નહિવત જોવા મળશે. તો કેટલીક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પણ થઈ શકે છે.

પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની ગતિવિધિ વધારે જોવા મળશે. સૌરાષ્ટ્રના દરિયા વાળા વિસ્તારમાં થવાય વરસાદ જોવા મળશે તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 22 જૂન પછીની વાત કરીએ તો વરસાદમાં ક્રમશ વધારો થશે. એટલે કે 25 તારીખની આસપાસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે.

બંગાળાની ખાડી અને અરબી સમુદ્ર ઉપર સિસ્ટમ સક્રિય બનવાને કારણે 25 તારીખ બાદ વરસાદ નો સૌથી લાંબો રાઉન્ડ જોવા મળી શકે છે. અને આ રાઉન્ડ જુલાઇના પહેલા વીક સુધી ચાલુ રહી શકે છે. 23 જૂન બાદ ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આશરે 23 તારીખ પછી વાવણીલાયક વરસાદ ની શરૂઆત થશે. પછી તારીખ બાદ ગુજરાતમાં સર્વત્ર જગ્યાએ વરસાદની ગતિવિધિ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *