ખેડૂતો માટે સારા સમાચાર, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે કરી મોટી આગાહી…

ચોમાસાનું વિધિવત આગમન ગુજરાતમાં થઈ શક્યું છે. લગભગ ૭૦ જેટલા તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ નોંધાયો હતો. વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં નૈંઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચી ગયું છે. ચોમાસાનનું વિધિવત આગમન દક્ષિણ ગુજરાત અને વલસાડમાં થઈ ચૂક્યું છે. હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ સીએમ ઓફિસ ખાતે હવામાનને લઈને બ્રિફીગ કર્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે દિવ અને વલસાડમાં ચોમાસાનું વિધિવત આગમન થયું છે.

હવે રાજ્યમાં સત્તાવાર ચોમાસું બેસી ગયું છે. આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદી આગાહી કરવામાં આવી છે એટલે કે આવનારા ૨૪ કલાકમાં ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદ વરસી શકે છે. આથી આવનારા ૪૮ કલાકમાં ગુજરાતમાં સાર્વત્રિક જગ્યાએ વરસાદ જોવા મળશે. આગામી ત્રણ દિવસમાં ગુજરાતમાં અનેક વિસ્તારો નું વાતાવરણ વાદળછાયું રહેશે.

વરસાદની વાત કરીએ તો છેલ્લા 6 કલાકમાં ૧૫ જિલ્લાઓમાં વરસાદ ખાબકી ચૂક્યો છે.સુરતના ઓલપાડ જિલ્લામાં અડધો ઇંચ અને નડિયાદમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં રવિવાર ની વાત કરીએ તો ૭૦ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધારે વરસાદ સંતરામપુર જિલ્લામાં 3 ઇંચ પડ્યો હતો જેમાં ચાર મહિલા સહિત ટોટલ છ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી ચૂક્યો છે. પરંતુ વધારે વરસાદને કારણે નીચાણવાળા ની જગ્યા અને ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. જેને લઇને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ હવામાન બદલાતા વાતાવરણમાં હવે ઠંડક પ્રસરી છે. બે મહિનાથી વરસાદની રાહ જોઈ રહેલી આતુરતાનો હવે અંત આવ્યો છે.

ગુજરાતના ઘણા વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ જોવા મળ્યો હતો જેને લઇને નાનાથી લઈને મોટા લોકો આનંદમાં આવી ગયા હતા. આવનાર પાંચ દિવસમાં વધારે વરસાદ વરસી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે જેના કારણે ખેડૂતોમાં પણ આનંદ જોવા મળ્યો છે જો વાવણીલાયક વરસાદ શરૂ થશે તો પાક પણ સારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *