ખેડૂતો માટે માઠા સમાચાર અમદાવાદ, બનાસકાંઠા સહીત આ વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં ખેડૂતો માટે માઠા સમાચાર આવી ગયા છે. જેમાં ૨૦ અને ૨૧ એપ્રિલ આ બે દિવસના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠામાં વરસાદ પડી શકે તેમ છે. તથા દાહોદ, વડોદરામાં પણ વરસાદની આગાહી કરેલી છે. તેમજ કંડલામાં ૨૪ કલાક દરમિયાન હિટવેવની પણ આગાહી કરવામાં આવી છે.

આવી ચામડી બાળી તેવા ઉનાળાની વચ્ચે કમોસમી વરસાદ પડશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં બદલાવ આવી જશે. તથા રાજ્યમાં થંડર સ્ટોર્મની એક્ટિવિટીનો અનુભવ પણ થવા લાગશે. તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ થંડર સ્ટોર્મની અસર રહેશે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ૪૨ ડિગ્રીથી પણ વધુ ગરમી પડી રહી છે.

અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, કંડલા એરપોર્ટ અને અમરેલીમાં તાપમાન ૪૨ ડિગ્રીને પાર નોંધાઈ ગયું હતુ. રાજ્યમાં કાળઝાળ ગરમીની વચ્ચે કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. ૩૦ થી ૪૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે ઉલ્લેખનીય છે કે બુધવાર અને ગુરૂવાર એમ બે દિવસના રોજ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર પંથકમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી દીધી છે.

કમોસમી વરસાદની સાથે સાથે રાજ્યના વિવિધ વિસ્તારમાં ૩૦ થી ૪૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. ગુજરાતમાં કાળજાળ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જવાના કારણે બફારો વધી જશે હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, બુધવારના રોજ બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, વડદોરા, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર વગેરે જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે.

જ્યારે બીજા દિવસે ગુરૂવારે સાબરકાંઠા, બનાસકાંઠા, ભાવનગર, બોટાદમાં હળવો વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાતથી જ રાજ્યના વાતાવરણમાં પલટો શરૂ થઈ શકે છે. જો કમોસમી વરસાદ પડશે તો રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે પરંતુ બીજી બાજુ વાતાવરણમા ભેજનું પ્રમાણ વધી જવાને કારણે ઉકળાટ અને બફારો વધી જશે.

Leave a Reply

Your email address will not be published.