સમાચાર

માતા બહાર ગઈ હતી અત્યારે ખેતર માલિકે સગીર દીકરી સાથે કર્યું ગંદુ કામ, સગીરાની જિંદગી કરી બરબાદ!

આ બદનસીબ ઘટના છે બનાસકાંઠાની જ્યાં એક વ્યકિતના ભરોસે એક વિધવા માતાએ ખેતરમાં કામ શરૂ કર્યું પણ વિધવાની સગીર દીકરી પર આ શખ્સે દુષ્કૃત્ય કરીને ભરોસાને દાગદાર કરી નાખ્યો છે. આ સમગ્ર ઘટના બની છે. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના આરખી ગામે જ્યાં સુરેશ પટેલ નામનો એક શખ્સ જે ખેતર ધરાવે છે.

તેણે એક વિધવા મહિલાને ખેતરમાં ભાગિયા તરીકે કામે રાખી પણ સુરેશના મનમાં ન જાણે અન્ય જ કંઇક વાત હતી તેના મનમાં વિધવાની સગીર દીકરી પર હવસ સંતોષવાની વાસના ઘર કરી ગઇ હતી અને એક દિવસ એક મૃત્યુ પ્રસંગે બેસણામાં ગયેલી માતાએ જ્યારે તેની સગીર દીકરીને ખેતરમાં છોડી ત્યારે પાછળથી આવેલા સુરેશે એકલતાનો લાભ લઇને સગીરા પર પોતાની વાસના સંતોષી પરત ફર્યા.

બાદ વિધવા માતાને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે તેણે પોતાની દીકરીને રેફરલ હોસ્પિટલમાં ખસેડીને તેની સારવાર કરાવી ત્યારબાદ પોલીસ સમક્ષ સમગ્ર આપવીતિ જણાવતા પોલીસે આ સમગ્ર પ્રકરણમાં ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.જેમાં પોલીસે દીકરીના માતા દ્વારા આપેલ ફરિયાદના આધારે દુષ્કર્મ, એટ્રેસિટી સહિતની કલમો લગાવી આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *