ચોંકાવનારો કિસ્સો… ગૂગલ મેપનો ઉપયોગ કર્યા પછી કાર સીધી કેનાલમાં ખાબકી, પછી થયું એવું કે…

આપણે મોટા ભાગના જે તે સ્થળે પોંહચવા માટે ગૂગલ મેપ નો ઉપયોગ કરીએ છીએ. જો કોઈ નવા સ્થળે જવાનું હોય તો આપણે અચૂકથી ગુગલ મેપ ચાલુ કરીએ છીએ. ક્યારેક આ ગુગલ મેપ માં રસ્તા આપણને અમારી મુશ્કેલીમાં પણ મૂકી દે છે. તમે કલ્પના પણ ન કરી શકો એવી સમસ્યા… કેરળના કડુથુરુથીની પણ થઈ હતી જ્યાં પરિવાર માટે ગૂગલ મેપ્સનો ઉપયોગ કરવો મુશ્કેલ બની ગયો હતો.

ગૂગલના કારણે પરિવાર રસ્તો ભટકી ગયો અને ગાડી કેનાલ પર પહોંચી ગઈ હતી સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ કર્ણાટકનો એક પરિવાર મુન્નારથી અલપ્પુઝા જઈ રહ્યો હતો. બુધવારે સવારે પરિવાર એકસયુવીમાં નીકળ્યો હતો. મુન્નાર છોડતાની સાથે જ તેણે ગૂગલ મેપ્સ પર નેવિગેશન સેટ કર્યું. ત્યારપછી કાર ચલાવનાર વ્યક્તિ ગૂગલના કહેવા પર તેની પાછળ આવવા લાગ્યો.

કડુથુરુથીના કુરુપંથરા કદાવુ પાસે બુધવારે બપોરે એક કાર મોટી નહેરમાં પડી હતી.  પીડિતાના પરિવારે કહ્યું કે અમે ગૂગલના બતાવેલા માર્ગ પર ચાલી રહ્યા હતા ગૂગલે મેપ એ કહ્યું સીધા જાઓ પણ ત્યાં એક મોટી નહેર હતી. જ્યારે કેનાલની સામે મોટો વળાંક આવ્યો હતો. ગૂગલે તેમને સીધો માર્ગ બતાવ્યો જેથી અમે વળ્યાં નહિ અને સીધા ગયા બાદ કાર ઉંડી નહેરમાં ફસાઈ ગઈ હતી.

કાર કેનાલમાં પડી જતા જ પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા અને એક પછી એક બધાને બહાર કાઢ્યા. તેમણે કાર બહાર ખેંચવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ ગયો. ત્યારબાદ ટ્રકની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *